બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું, મેચમાં અધવચ્ચે ખેલાડીએ કર્યું આ કામ
Last Updated: 08:52 AM, 16 June 2024
ઈંગ્લેન્ડે વરસાદથી પ્રભાવિત મેચમાં નામીબિયાને 41 રને હરાવીને સુપર-8 માટે તેમની આશા જીવંત રાખી છે. મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડના 5 પોઈન્ટ થઈ ગયા છે. વરસાદના કારણે મેચ 10-10 ઓવરની કરી દેવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 10 ઓવરમાં 122 રન બનાવ્યા. આ પછી નામિબિયાની ટીમ માત્ર 84 રન બનાવી શકી હતી. આ મેચમાં નામિબિયાનો સ્ટાર બેટ્સમેન નિકોલસ ડેવિન રિટાયર આઉટ થઈ ગયો.
ADVERTISEMENT
England have kept their Super Eight dreams alive 🙌
— ICC (@ICC) June 15, 2024
A splendid batting performance lifts them to an important victory against Namibia 👏#T20WorldCup | #NAMvENG | 📝: https://t.co/0s9fIdBM7u pic.twitter.com/1P4l5jl2C0
નામિબિયાનો બેટ્સમેન છઠ્ઠી ઓવરમાં રિટાયર આઉટ
ADVERTISEMENT
10 ઓવરમાં મોટા ટાર્ગેટનો પીછો કરી રહેલી નામિબિયાની ટીમ માટે માઈકલ લિનગેન સારી શરૂઆત કરી. બીજી તરફ નિકોલસ ડેવલિન સારી બેટિંગ કરી શકતો ન હતો. છઠ્ઠી ઓવરમાં નિકોલસ ડેવલિન 16 બોલમાં 18 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે તે મેચમાં રિટાયર આઉટ થઈ ગયો. તેની જગ્યાએ ડેવિડ વીસ બેટિંગ કરવા આવ્યો. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ખેલાડી રિટાયર આઉટ થયો છે. રિટાયર આઉટ થતા પહેલા, બેટ્સમેન અમ્પાયરને કહે છે કે તે ક્રીઝ છોડીને જઈ રહ્યો છે.
MCC કાયદા 25.4.3 મુજબ, જો કોઈ બેટ્સમેન 25.4.2 (બીમારી, ઈજા અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણ) સિવાયના અન્ય કોઈપણ કારણોસર મેદાન છોડીને જાય છે, તો ખેલાડી ત્યારે જ બેટિંગ કરવા માટે આવી શકે છે જ્યારે વિરોધી કેપ્ટન તેને મંજૂરી આપે. જો કોઈપણ કારણોસર તેની ઈનિંગ્સ ફરી શરૂ નથી થતી, તો તે બેટ્સમેનને 'રિટાયર આઉટ' તરીકે રેકોર્ડ કરવામાં આવશે. બીજી તરફ, જ્યારે કોઈ ખેલાડીને અમ્પાયર દ્વારા રિટાયર હર્ટ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે, ત્યારે તે ફરીથી બેટિંગ કરવા આવી શકે છે, આમાં તેને વિરોધી કેપ્ટનની સંમતિની જરૂર નથી પડતી.
વધુ વાંચો: મજા બગડી ! વરસાદને કારણે ભારત-કેનેડા મેચ કેન્સલ, જાણો હવે શું થશે?
ઈંગ્લેન્ડે નોંધાવી જીત
ઈંગ્લેન્ડ સામેની મેચમાં નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હેરી બ્રુક અને જોની બેયરસ્ટોએ ઈંગ્લેન્ડ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીઓના કારણે જ ઈંગ્લેન્ડની ટીમ 10 ઓવરમાં 100થી વધુ રન બનાવી શકી. બેયરસ્ટોએ 31 રન અને બ્રુકે 47 રનનું યોગદાન આપ્યું. બીજી તરફ નામિબિયાની ટીમ 10 ઓવરમાં 84 રન જ બનાવી શકી હતી. નામિબિયા તરફથી ડેવિડ વિઝે સૌથી વધુ 27 રન બનાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.