બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રાધિકાના ગાઉન પર છલકાયો 'અનંત' પ્રેમ, લવ લેટરને કર્યો ડ્રેસ પર પ્રિન્ટ, કહ્યું 'આ પૌત્રને બતાવીશ'

photo-story

4 ફોટો ગેલેરી

Photos / રાધિકાના ગાઉન પર છલકાયો 'અનંત' પ્રેમ, લવ લેટરને કર્યો ડ્રેસ પર પ્રિન્ટ, કહ્યું 'આ પૌત્રને બતાવીશ'

Last Updated: 02:30 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાધિકા મર્ચન્ટે ક્રૂઝ પાર્ટીની પ્રથમ ઈવેન્ટમાં અનોખો કસ્ટમાઈઝ્ડ ગાઉન પહેર્યો હતો. તે રોબર્ટ વુન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ગાઉન રાધિકા માટે હંમેશા ખાસ રહેશે કારણ કે તેના પર અનંત અંબાણીનો લવ લેટર છપાયેલો છે.

1/4

photoStories-logo

1. સામે આવી ક્રુઝ પાર્ટીની તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી તેમના કોલેજકાળ દરમિયાન શરૂ થઈ હતી. મિત્રતાનો આ સંબંધ હવે લગ્નમાં ફેરવાઈ જશે. જુલાઈ 2024માં તેમના ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં, કપલનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. ઇટલીમાં 29 મે થી 1 જૂન સુધી ભવ્ય ઉજવણી થઈ. અહીં ફિલ્મી દુનિયાના સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. હવે અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીની તસવીરો સામે આવી છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. રાધિકાએ ખાસ ગાઉન પહેર્યું

વાસ્તવમાં રાધિકા દરેક ઈવેન્ટમાં સ્ટનિંગ લાગી રહી છે. પરંતુ પ્રથમ ઈવેન્ટમાં તેણે એક યુનિક કસ્ટમાઈઝ્ડ ગાઉન પહેર્યું હતું, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. રાધિકાએ રોબર્ટ વુનનું ડિઝાઇનર ગાઉન પહેર્યું હતું. આ ગાઉન રાધિકા માટે હંમેશા ખાસ રહેશે કારણ કે તેના પર અનંત અંબાણીનો લવ લેટર છપાયેલો છે. અનંતે આ લેટર રાધિકાના 22મા જન્મદિવસ પર લખ્યો હતો. આ આઉટફિટમાં એક લાંબી ટ્રેઈલ છે જેના પર રાધિકા માટે અનંતની લાગણીઓ છપાયેલી છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. અનંતનો પ્રેમપત્ર છપાવ્યો

રાધિકા લેયર્ડ નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ સાથે ખાસ દેખાઈ રહી છે. આ ગાઉનની ખાસિયત જણાવતા રાધિકાએ કહ્યું- અનંતે મારા જન્મદિવસ પર આ લાંબો પ્રેમપત્ર લખ્યો હતો. તે વ્યક્ત કરે છે કે હું તેમને શું કહેવા માગું છું. હું તેને ભાવિ પેઢીઓ માટે સાચવવા માંગતી હતી. હું મારા બાળકો અને પૌત્રોને બતાવવા માંગુ છું. હું તેમને કહીશ કે અમારો પ્રેમ આવો હતો. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. લગ્ન 12મી જુલાઈના રોજ થશે

અનંત-રાધિકાના લગ્નની વાત કરીએ તો, બંને 12 જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેશે. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે. 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદનો પ્રસંગ થશે. જ્યાં તમામ મહેમાનો અને પરિવારના સભ્યો નવદંપતીને આશીર્વાદ આપશે. લગ્નનું રિસેપ્શન 14મી જુલાઈએ રાખવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ વેડિંગ ફંક્શનમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોવા મળશે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Fashion Radhika Merchant

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ