બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ઉર્ફી ઇચ્છે તો...', પૈપરાજીના લગ્નના સવાલ પર ઓરીએ કર્યો ચોંકાવનારો ધડાકો

મનોરંજન / 'ઉર્ફી ઇચ્છે તો...', પૈપરાજીના લગ્નના સવાલ પર ઓરીએ કર્યો ચોંકાવનારો ધડાકો

Last Updated: 01:13 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદ અને ઓરી ઘણીવાર સાથે જોવા મળે છે અને ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ બંને ફરી સાથે જોવા મળ્યા હતા, જ્યાં ઓરી અને ઉર્ફી બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઉર્ફી જાવેદ અને ઓરી હાલમાં બી-ટાઉનના નવા ચર્ચિત મિત્રો છે અને વારંવાર બંને એકબીજા સાથે જોવા મળે છે. લોકો તો એમ કહી રહ્યા છે કે તેઓ ડેટ કરી રહ્યા છે પણ આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા છે.

ઉર્ફી જાવેદ અને ઓરીના આ વીડિયોમાં જોવા મળે છે કે તેઓ કેમેરાની સામે એકબીજાને કિસ કરી અને પછી જ્યારે ઓરીને લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. ઉર્ફી જાવેદ અને ઓરીનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફી જાવેદને પહેલા પણ ઘણી વખત લગ્ન વિશે પૂછવામાં આવ્યું છે.

જ્યારે પૈપરાજીએ બંનેને એકસાથે જોયા ત્યારે તેમને લગ્ન વિશે પૂછ્યું કે શું તમે ઉર્ફી સાથે લગ્ન કરશો? તો જવાબમાં ઓરીએ કહ્યું- કેમ નહીં? કોણ ઉર્ફી સાથે લગ્ન ન કરવા માંગે? આ પછી બંને હસવા લાગે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ પહેલા ઉર્ફી કહે છે કે, 'તમે બધાને મારા લગ્નની કેમ ઉતાવળ છે.?'

Website Ad 3 1200_628

જણાવી દઈએ કે આ પહેલા એક વાયરલ વીડિયોમાં ઉર્ફીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે ઓરી સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ ઓરી હા નથી કહેતો. ઉર્ફીએ કહ્યું હતું, "ઓરી હા નથી બોલી રહ્યો નહીં તો મારે લગ્ન કરી લેવા છે.. બોલો મારે શું કરવું જોઈએ?"

વધુ વાંચો: કોણ છે એ શખ્સ, જેની પર રવિના ટંડને કર્યો રૂ. 100 કરોડનો માનહાનિ કેસ, જાણો શું છે સમગ્ર ઘટના

જાણીતું છે કે છેલ્લા થોડા સમયથી ઉર્ફી અને ઓરી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે અને બંને વારંવાર સાથે જોવા મળે છે. સાથે જ ઉર્ફી એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓરી સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Uorfi Javed And Orry video Uorfi Javed Wedding Urfi Javed and Orry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ