બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આ પાંચ વસ્તુઓ માત્ર પિતા શીખવી શકે છે, જાણો કેમ પપ્પા હોય છે બેસ્ટ ટીચર?

Father's Day / આ પાંચ વસ્તુઓ માત્ર પિતા શીખવી શકે છે, જાણો કેમ પપ્પા હોય છે બેસ્ટ ટીચર?

Last Updated: 08:27 AM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતા તેમના બાળકો માટે એક હીરો હોય છે સાથે જ એક મિત્ર તરીકે રહેતા હોય છે અને પરિવાર માટે મજબૂત સ્તંભ પણ માનવામાં આવે છે. એવામાં આજના દિવસે તમારે તમારા પિતાના જીવનમાંથી આ પાંચ વસ્તુઓ શીખવી જોઈએ.

પિતાના પ્રેમ અને ત્યાગ માટે એમને થેન્ક યુ કહેવા માટે આજનો દિવસ એટલે કે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. આપણા જીવનમાં માતાપિતાનું અલગ જ મહત્વ હોય છે અને આપણા પેરેન્ટ્સનું જીવન પણ એમના બાળકોવિના અધૂરું હોય છે. મા જે રીતે એમના બાળકોને પ્રેમ કરે છે એવું બીજું કોઈ નથી કરી શકતું અને માના પ્રેમ વિશે તો ઘણી વાતો થતી રહે છે.

father-son-having-good-time-park

એ રીતે પિતાના પ્રેમ વિશે વાતો નથી થતી. આપણે દરરોજ પિતાને તેના બાળકો માટે ઘણું કરતાં જોયા હશે, સામાન્ય રીતે પિતા તેમના બાળકો માટે એક હીરો એક મિત્ર તરીકે રહેતા હોય છે અને પરિવાર માટે મજબૂત સ્તંભ પણ માનવામાં આવે છે. એક પિતા તેના પરિવાર અને બાળકોની જરૂરત પૂરી કરવા માટે ઘણી મહેનત કરતાં હોય છે, એમ છતાં જ્યારે કામ પરથી થાકીને ઘરે આવે ત્યારે બાળકોને જોઈને એમના ચહેરા પર સ્માઇલ આવી જતી હોય છે. એવામાં આજના દિવસે તમારે તમારા પિતાના જીવનમાંથી આ પાંચ વસ્તુઓ શીખવી જોઈએ.

Capture

પિતાના જીવનથી આ વાતો શીખો

જવાબદારીથી ન ભાગવું જોઈએ:

સામે ગમે એટલી મોટી મુશ્કેલી કેમ ન હોય પણ પિતા એક એવા વ્યક્તિ છે જે કોઈ પણ મુશ્કેલીઓથી ભગત નથી. ઘરમાં જેટલા પણ લોકો હોય તેમાંથી સૌથી વધુ જવાબદારી કહ્યા વિના પિતા એમના ખભા પર ઉઠાવીને રાખતા હોય છે. ફક્ત એમના બાળકોની જ નહીં પરંતુ તેમની પત્ની, માતાપિતા, ભાઈ બહેન અને બીજા ઘણા લોકોની જવાબદારી પિતા પર હોતી હોય છે, એમ છતાં પિતા આ જવાબદારીઓથી ભાગતા નથી.

સાંભળવાની આદત કેળવો:

આપણે ઘણીવાર જોઈએ છીએ કે મમ્મી બોલતી હોય છે અને પપ્પા સાંભળતા રહે છે અને આ પરિસ્થિતિ પર ઘણા જોક્સ બનાવવામાં આવે છે. પરંતુ, પિતાની આ આદત જ માતા-પિતા વચ્ચેના સંબંધોમાં સંતુલન લાવે છે. જો એક વ્યક્તિ વક્તા હોય તો બીજી વ્યક્તિએ શ્રોતા બનવું પડે. પપ્પા મમ્મીના ટેન્શન અને દિવસભરની એકઠી થયેલ વાતો સાંભળે છે અને અંતે મમ્મી રાહતનો શ્વાસ લે છે કે તેનો પતિ તેની વાત સાંભળે છે અને સમજે છે. તે જ સમયે પિતા બાળકોની પણ દરેક ફરિયાદ સાંભળે છે અને બધું સમજે છે.

Website Ad 3 1200_628

રોલ મોડલ બનો:

પિતા પર એ વાતની જવાબદારી પણ હોય છે કે બાળકોની તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે જે તેમણે પૂરી કરવાની હોય છે અને જેને જોઈને બાળકો દરેક મુશ્કેલીને પાર કરતા શીખી શકે છે. બાળકો પિતાને રોલ મોડલ તરીકે જુએ છે અને પિતા બાળકો માટે સારો રોલ મોડલ બનવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે.

નિઃસ્વાર્થતાની લાગણી:

જ્યારે પણ પાપા ક્યાંક જાય છે અને બાળકો તેમની પાસે કંઈક માંગે છે, ત્યારે પાપા બાળકોને જે જોઈએ છે તે આપે છે, પરંતુ પોતાના માટે કંઈ લેતા નથી. આ એક વખતની વાત નથી પરંતુ દરેક વખતે છે. જો પિતા 900 રૂપિયાના જૂતા ખરીદે છે, તો તે તેના બાળકોને 2000 રૂપિયાના જૂતા પહેરાવે છે. તેની નિઃસ્વાર્થતા જ તેને બીજા બધા કરતા અલગ બનાવે છે.

વધુ વાંચો: બજારમાં મળતા આ 5 ફૂડને આંખો બંધ કરીને ન ખરીદતા, દેખાવમાં હેલ્ધી પણ શરીર માટે નુકસાનકારક

કામને કરતાં શીખો

દરેક પિતાની એવી આદત છે કે તેઓ વિચારે છે કે તેઓ દુનિયાનું કોઈપણ કામ કરી શકે છે. આ તેમનો આત્મવિશ્વાસ છે કે ઘર હોય કે બહાર, તેઓ દરેક કામ પોતાના હાથમાં લે છે અને આ કામો તેઓ પોતે કરે છે. આનાથી બાળકોને આત્મવિશ્વાસ પણ મળે છે કે તેઓ કોઈપણ કામ કરી શકે છે અને તેથી કોઈપણ પ્રયોગથી ડરતા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Father's Day 2024 Life Lesson Happy Father's Day 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ