બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગેનીબેન ઠાકોરનું ધારાસભ્ય પદેથી રાજીનામું, હવે સંભાળશે આ મોટી જવાબદારી
Last Updated: 02:09 PM, 13 June 2024
તાજેતરમાં જ ગુજરાત લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા હતા. દરમ્યાન ગુજરાતની 25 સીટો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી. જ્યારે એક સીટ પર ભારે રસાકસી બાદ બનાસકાંઠાની લોકસભા સીટ પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. ગેનીબેન ઠાકોર કે જેઓ વાવ વિધાનસભા સીટનાં ધારાસભ્ય પદે હતા. પરંતુ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા હવે તેઓ સાંસદ બનતા ધારાસભ્ય પદેથી તેમને આજે રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે.
ADVERTISEMENT
કોણ છે ગેનીબેન ?
ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.
ADVERTISEMENT
બનાસકાંઠાનું દિલ જીત્યું!
લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા બાદ હવે ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી.આ બેઠક પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ હતી.જેમાં ગેનીબેને 30 હજાર મતથી રેખાબેનને હરાવ્યા હતા.
ગેનીબેન ઠાકોરના પિતા અબાસણા ગામમાં ખેતીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જેમને લગ્ન જીવન દરમિયાન સૌપ્રથમ સંતાન રૂપી ઘરમાં દીકરીનો જન્મ થયો હતો. અને તે સંતાન હતું ગેનીબેન. ગેનીબેન ઠાકોરની નાનપણની વાત કરવામાં આવે તો તેઓ નાનપણમાં કામમાં બહુ અગ્રેસર હતા. તમે ગામમાં જે સરકારી શાળા જોઈ હશે. તેવી જ પતરાવાળી શાળામાં જ ગેનીબેને અભ્યાસની શરૂઆત કરી હતી. એટલું નહીં રૂપિયા ન હોવાથી ઘરેથી નિશાળા સુધી પગપાળા જ જતાં હતાં. જોકે ગેનીબેનનો નાનપણથી તેમની માતાએ દીકરાઓની માફક ઉછેર કર્યો છે..
બાપ હોય તે દીકરીને લાડ લડાવે. પરંતુ માં લાડની સાથે-સાથે તેને જિંદગીના પાઠ પણ ભણાવતી હતી. ગેનીબેનના બાળપણની યાદો હજુ પણ અબાસણા ગામમાં અડિખમ ઉભી છે. જેમાંના એક છે લીમડાના અને સેદડાના ઝાડ. જ્યાં ગેનીબેન રમવા જતા હતા. જોકે ગેનીબેને બાળપણમાં પોતે દુખ સહ્યું પરંતુ પોતાના ભાંડેળાઓને ક્યારે દુખ પડવા નથી દીધું.
નગાજી ઠાકોરના ઘરે 1975માં ગેનીબેનનો જન્મ થયો હતો, ગેનીબેનના પિતા અબાસણા ગામમાં ખેતીકામ કરે છે. નગાજી ઠાકોર 25 વર્ષ સુધી અબાસણા ગામમાં સરપંચ રહ્યા હતાં. ગેનીબેન નાનપણમાં કામમાં બહુ અગ્રેસર હતા અને અબાસણ ગામમાં જ ગેનીબેને 1 થી 5 ધોરણનો અભ્યાસ કર્યો. નગાજી ઠાકોરને 2 દીકરીઓ અને 3 દીકરા છે. ગેનીબેને બાળપણમાં ખેતી અને પશુપાલનનું કામ પણ કર્યું હતું. ધોરણ 6 થી 8નું શિક્ષણ કુવાળા ગામે મેળવ્યું તેમજ ધોરણ 9 થી 10નું શિક્ષણ ભાભર ખાતે મેળવ્યું હતું. ધોરણ 12નો અભ્યાસ ગેનીબેને ઘરે બેઠા કર્યો હતો તો ગ્રેજ્યુએશન રાજસ્થાનના સાંચોરમાં પુરુ કર્યું હતું.
વધુ વાંચોઃ હોટલમાં ડરાવીને રેપ, મર્ડરની ધમકી! અમદાવાદમાં છોકરી સાથે બન્યું આંખ ઉઘાડતું
બાળપણમાં ગેનીબેને કેવા સંઘર્ષ કર્યા?
મહત્વનું છે કે, અબાસણા ગામ એ ભાભર તાલુકાના સરહદી વિસ્તારને અડીને આવેલું ગામ છે, જેના કારણે વર્ષોથી કોઈપણ પ્રકારના કામો કરવામાં આવતા ન હતા. જેના કારણે અહીં વસવાટ કરતા 5000 જેટલા લોકો રોડ પાણી અને લાઈટની વ્યવસ્થા વગર ભારે હાલાકીનો સામનો કરતા હતા. શાળા પણ વર્ષોથી જર્જરીત હાલતમાં આવેલી હતી. પરંતુ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય બનતાની સાથે જ પોતાના વતનનો પ્રેમ બતાવ્યો હતો. આજે અબાસણા ગામનો ખુબ વિકાસ થયો છે. આમ ગેનીબેન ઠાકોરે જે નાનપણમાં પોતાના વતનમાં દિવસો વિતાવ્યા હતા. તે ગામને આજે એક અલગ દિશામાં લઈ ગયા છે અને આ વાત ખુદ ગામલોકો પણ કહી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT