બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / પહેલા હાલચાલ પૂછ્યાં, ગળે લગાવ્યાં અને પછી.., જાણો PM મોદીએ પોપ ફ્રાન્સિસને કેમ ભારત આવવા આમંત્રણ આપ્યું ?

G7 Summit 2024 / પહેલા હાલચાલ પૂછ્યાં, ગળે લગાવ્યાં અને પછી.., જાણો PM મોદીએ પોપ ફ્રાન્સિસને કેમ ભારત આવવા આમંત્રણ આપ્યું ?

Priyakant

Last Updated: 03:49 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G7 Summit 2024 : PM મોદીએ 87 વર્ષીય પોપ ફ્રાન્સિસને ગળે લગાવ્યા અને હળવાશથી વાતો કરતા જોવા મળ્યા, મોદીએ વેટિકન ચીફ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું, હવે જોવાનું એ રહે છે કે, પોપ ફ્રાન્સિસ આવે છે કે નહીં અથવા તેઓ ક્યારે આવે છે ?

G7 Summit 2024 : PM મોદીએ શુક્રવારે G7 સમિટમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. એવી અપેક્ષા છે કે, આ વખતે પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવશે. PM મોદીએ 87 વર્ષીય પોપ ફ્રાન્સિસને ગળે લગાવ્યા અને હળવાશથી વાતો કરતા જોવા મળ્યા. PM મોદી દ્વારા પોપ ફ્રાન્સિસને પણ વર્ષ 2016 અને 2021માં ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે આવ્યા નહોતા. આ વખતે પણ PM મોદીએ વેટિકન ચીફ પોપ ફ્રાન્સિસને ઈટાલીમાં G7 સમિટ દરમિયાન ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, પોપ ફ્રાન્સિસ આવે છે કે નહીં અથવા તેઓ ક્યારે આવે છે. જો તે આવે છે તો તે હિંદુ બહુમતી રાષ્ટ્રની તેમની પ્રથમ મુલાકાત હશે.

ઇટાલીના અપુલિયામાં G7 સમિટના 'આઉટરીચ સેશન'માં PM મોદી અને પોપ ફ્રાન્સિસ ઉષ્માભર્યા મળ્યા હતા. PM મોદીએ કહ્યું કે, હું લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને સુધારવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. તેમજ તેમને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ પોપ ફ્રાન્સિસે પણ આ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એનર્જી, આફ્રિકા અને મેડિટેરેનિયન પરના 'આઉટરીચ સેશન'માં તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે, AIનો વધુ સારો ઉપયોગ કરવો તે આપણામાંના દરેક પર નિર્ભર છે.

મોદી પહેલા કયા પૂર્વ PM તેમને મળ્યા છે?

તમને જણાવી દઈએ કે, PM મોદી રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસને મળનારા ભારતના પાંચમા વડાપ્રધાન છે. PM મોદી પહેલા પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ઈન્દર કુમાર ગુજરાલ અને અટલ બિહારી વાજપેયી પોપને મળ્યા હતા. જ્યારે PM મોદી 2021 માં G20 સમિટ માટે રોમની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ પોપ ફ્રાન્સિસને પણ મળ્યા હતા અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પોપ ફ્રાન્સિસ વર્ષ 2016માં પણ ભારત આવવાના હતા પરંતુ તે થઈ શક્યું નહીં. પોપ ફ્રાન્સિસની વાત કરીએ તો તેમણે હજુ સુધી ભારતની મુલાકાત લીધી નથી. ભારતની મુલાકાત લેનારા છેલ્લા પોપ જ્હોન પોલ II હતા જેઓ એશિયામાં ચર્ચ પર એક પોપ દસ્તાવેજ બહાર પાડવા માટે 1999માં નવી દિલ્હી આવ્યા હતા.

કેટલા પોપે ભારતની મુલાકાત લીધી ?

મોદીની પહેલા જે પોપને મળ્યા હતા તે અટલ બિહારી વાજપેયી હતા જેઓ 2000માં વેટિકન ખાતે જોન પોલ II ને મળ્યા હતા. અત્યાર સુધીમાં પોપ ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની મુલાકાત લેનાર પ્રથમ પોપ પોપ પોલ VI હતા, જેઓ 1964માં ઈન્ટરનેશનલ યુકેરિસ્ટિક કોંગ્રેસમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. પોપ જ્હોન પોલ II એ ફેબ્રુઆરી 1986માં અને ફરીથી નવેમ્બર 1999માં ભારતની મુલાકાત લીધી હતી. જોકે પોપ ફ્રાન્સિસ હજુ સુધી ભારતની મુલાકાતે આવ્યા નથી. પરંતુ તેમણે ભારતના પડોશી દેશો બાંગ્લાદેશ અને મ્યાનમારની મુલાકાત લીધી છે.

પોપનું ભારત આવવાનું આમંત્રણ કેટલું મહત્વનું ?

હવે સવાલ એ છે કે, પોપને ભારત આવવાનું આમંત્રણ કેટલું મહત્વનું છે તે અંગે વાત કરીએ તો ભારત એશિયામાં બીજા નંબરની સૌથી મોટી કેથોલિક વસ્તી ધરાવતો દેશ છે. વાસ્તવમાં ભારતમાં રોમન કેથોલિકોની સંખ્યા 20 મિલિયનથી વધુ છે. હિંદુ અને ઇસ્લામ પછી ખ્રિસ્તી ધર્મ ભારતમાં ત્રીજો સૌથી મોટો ધર્મ છે. ફિલિપાઈન્સ પછી એશિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કૅથલિકોની વસ્તી સૌથી વધુ છે. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પોપની આ મુલાકાત ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના આગમનથી ખ્રિસ્તીઓ અને પાદરીઓમાં ખુશીની લહેર જોવા મળશે. આ ભારતની વસ્તીના દોઢ ટકા જેટલી છે. ભારતના ચર્ચ અને પાદરીઓ પણ લાંબા સમયથી પોપની રાહ જોઈ રહ્યા છે. પાદરીઓએ PM મોદીને પોપને ભારત આવવાનું આમંત્રણ આપવા વારંવાર વિનંતી કરી છે.

વધુ વાંચો : G7ના મંચ પર PM મોદીનો જોવા મળ્યો દબદબો, આ 7 કારણો રહ્યાં જવાબદાર

આ તરફ હવે જો આપણે પોપને આમંત્રિત કરવાના અર્થને રાજકીય દૃષ્ટિકોણથી જોઈએ તો પોપ ફ્રાન્સિસ ભારત આવે તો તે મોદી માટે એક સફળતા ગણાશે કારણ કે પોપ ફ્રાન્સિસ હજુ સુધી ભારતની મુલાકાતે આવ્યા નથી. ભારતમાં ખ્રિસ્તીઓ પર વારંવાર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેમનું ભારત આવવું ઘણી ધારણાઓને તોડી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આર્થિક રીતે પ્રગતિ કરી છે. વિશ્વના અન્ય દેશો સાથે પણ સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. પોપની ભારત મુલાકાત વિશ્વને પણ સંદેશ આપશે. પોપ યુરોપિયન દેશો અથવા ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશોમાં માત્ર ધાર્મિક જ નહીં પરંતુ રાજકીય પ્રભાવને પણ પ્રભાવિત કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની ભારત મુલાકાતથી ભારતની વૈશ્વિક છબી વધુ સુધરશે. તેમજ કેરળમાં 2026માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કેરળમાં ખ્રિસ્તી મતદારોની સંખ્યા લગભગ 20 ટકા છે. આવી સ્થિતિમાં જો પોપ ભારતની મુલાકાતે આવે તો કેરળની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળી શકે છે. આ ઉપરાંત તેમની ભારત મુલાકાત એ સંદેશ પણ આપશે કે મોદી સરકાર ખ્રિસ્તી સમુદાય પ્રત્યે કેટલી ગંભીર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pope Francis PM Modi G7 Summit 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ