બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2 દિવસમાં માણસનો જીવ લેતી મોટી બીમારી ફેલાતાં હડકંપ, સવારે સોજો 48 કલાકમાં મોત

એ મર્યાં / 2 દિવસમાં માણસનો જીવ લેતી મોટી બીમારી ફેલાતાં હડકંપ, સવારે સોજો 48 કલાકમાં મોત

Last Updated: 08:06 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના નિયમો હળવા કરવા એક દેશને ખૂબ ભારે પડ્યાં. એક નવી જીવલેણ બીમારીએ દેખા દીધી છે અને તે ઝડપથી ફેલાઈ રહી છે.

દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે. આ બીમારીની સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે તે ફક્ત 48 કલાક એટલે કે બે દિવસમાં માણસને મારી નાખે છે. જાપાનમાં સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિ શોક સિન્ડ્રો (STSS) નામની બીમારી ફેલાઈ રહી છે જે ખૂબ ઓછા સમયમાં માણસને મારી નાખવાની તાકાત ધરાવે છે. ચાલુ વર્ષમાં 977 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે અને તે ઝડપથી ફેલાઈ રહી છે.

STSSના શું લક્ષણો

ગ્રુપ A સ્ટ્રેપ્ટોકોકસ (GAS) સામાન્ય રીતે "સ્ટ્રેપ થ્રોટ" તરીકે ઓળખાતા બાળકોમાં સોજો અને ગળામાં દુખાવોનું કારણ બને છે, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા ઝડપથી વિકાસશીલ લક્ષણો તરફ દોરી શકે છે, જેમાં અંગમાં દુખાવો અને સોજો, તાવ, લો બ્લડ પ્રેશર, નેક્રોસિસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરના અંગો ખરાબ થવા જેવા લક્ષણો સામેલ છે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધારે આ રોગનો શિકાર બની શકે છે.

48 કલાકની અંદર મોત

STSSનું સૌથી ઘાતક પાસું તેની મારી નાખવાની તાકાત છે. આ રોગ 48 કલાકમાં માણસને મારી નાખી શકે છે.

સવારે પગમાં સોજો, બપોરે ઘૂંટણ સુધી અને 48 કલાકમાં મોત

ટોક્યો વિમેન્સ મેડિકલ યુનિવર્સિટીના ચેપી રોગોના પ્રોફેસર કેન કિકુચીએ જણાવ્યું હતું. "જેમ કે દર્દીને સવારે પગમાં સોજો દેખાય છે, તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને 48 કલાકની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે.

વધુ વાંચો : ભાભી સાથે દિયરવટું કર્યું તો નાના ભાઈને બે મોટા ભાઈઓએ ગોળીએ દીધો, પત્નીને વિધવા જ રાખી

કેસો વધી શકે છે

વિશ્વ આરોગ્ય સંગઠન પણ કહી ચૂક્યું છે કે કોરોના પ્રતિબંધોના અંત પછી કેસોમાં વધારો થયો છે. આ રોગનો હાલનો ફેલાવો ધ્યાનમાં લેતાં જાપાનમાં તેના કેસોની સંખ્યા આ વર્ષે 2,500 સુધી પહોંચી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Flesh-Eating Bacteria outbreak Japan Flesh-Eating Bacteria streptococcal toxic shock syndrome
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ