અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રના ટ્વીટર એકાઉન્ટ પરથી વાંધાજનક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. જેને લઈને એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું ટ્વીટર એકાઉન્ટ હેક?
'ડોનાલ્ડ ટ્રમ્પનું મૃત્યુ થયું છે' સહિતની પોસ્ટ વાયરલ
ટ્વીટર એકાઉન્ટ હેક મામલે હજુ કોઈ સત્તાવાર મળ્યું નથી સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર એટલે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. તેમના આ ટ્વીટર એકાઉન્ટ પરથી સતત વાંધાજનક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. જોકે હેક મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે મને જણાવતા દુઃખ થાય છે કે મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે નથી રહ્યા. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું મૃત્યુ થયું છે અને 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમા હું હિસ્સો બની રહ્યો છે. જોકે આ ફેક છે.
ખોટી પોસ્ટનો મારો ચાલી રહ્યો છે. વધુમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન વિરુદ્ધ ગાળો દેવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરાઈ રહ્યો છે. વધુમાં ઇલોન મસ્કને લઈને પણ એક પોસ્ટ વાયરલ કરાઈ છે. વધુમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડન, એક્સના માલિક મસ્ક તથા નોર્થ કોરિયા મામલે આડેધડ લખાણ કરાયું છે. જેને લઈને આ એકાઉન્ટ હેક થયું હોવાની આ શંકા વ્યકત કરાઈ છે. જોકે આ પાછળ કોનો હાથ છે તે સત્તાવાર રીતે સામે આવ્યું નથી.
મહત્વનું છે કે એલોન મસ્ક દ્વારા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરનેને ખરીદી લેવાઈ હતી. ગયા વર્ષે $44 બિલિયનનો સોદો થયા બાદ મસ્કે આ પ્લેટફોર્મ પર ઘણા બદલાવ કર્યા છે. તેઓએ હવે બ્લુ ટિક વેરિફિકેશનને પેઇડ સર્વિસમાં કન્વર્ટ કરી દીધું છે. આ સાથે મસ્કે આ પ્લેટફોર્મનું નામ ટ્વિટરથી બદલીને X કરી દીધું છે.