બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 60 રૂપિયામાં 212 કિમી! TVSના આ સ્કૂટરે ધૂમ મચાવી, વેચાણમાં પણ 158 ટકાનો ઉછાળો

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / 60 રૂપિયામાં 212 કિમી! TVSના આ સ્કૂટરે ધૂમ મચાવી, વેચાણમાં પણ 158 ટકાનો ઉછાળો

Last Updated: 04:53 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવીએસ મોટર કંપની માટે જુલાઈ મહિનો ઉત્કૃષ્ટ રહ્યો છે, જેમાં કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર TVS iQube ના વેચાણમાં વાર્ષિક ધોરણે 158% નો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે.

1/5

photoStories-logo

1. 60 રૂપિયામાં 212 કિમી! TVSના આ સ્કૂટરે ધૂમ મચાવી, વેચાણમાં પણ 158 ટકાનો ઉછાળો

જુલાઈ મહિનો અગ્રણી ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની TVS મોટર માટે ખૂબ જ ભવ્ય રહ્યો છે. કંપનીએ જુલાઈ મહિનામાં કુલ 4,37,394 ટુ-વ્હીલર્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના જુલાઈ 2025 ના 3,08,720 એકમોના વેચાણની સરખામણીએ 42% નો વધારો દર્શાવે છે. જૂન 2026 ના 4,11,014 યુનિટ્સના વેચાણ સામે જુલાઈમાં મહિને-મહિને (MoM) 6% નો ગ્રોથ જોવા મળ્યો છે. TVS ના સમગ્ર પોર્ટફોલિયોમાં TVS RR 310 ના વેચાણમાં 350% અને TVS iQube ના વેચાણમાં 158% નો મોટો ઉછાળો આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. TVS iQube નું બમ્પર વેચાણ

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં TVS iQube સૌથી વધુ વેચાતું સ્કૂટર બની ગયું છે. જુલાઈ મહિનામાં આ સ્કૂટરના કુલ 59,386 યુનિટ્સ વેચાયા છે. જુલાઈ 2025 માં આ આંકડો 23,029 યુનિટ્સ હતો, એટલે કે વાર્ષિક ધોરણે (YoY) વેચાણમાં 158% નો વધારો થયો છે. જ્યારે જૂન 2026 ના 47,331 યુનિટ્સના વેચાણની સરખામણીએ માસિક ધોરણે 25% નો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કિંમત અને વેરિઅન્ટ્સ

TVS આ સ્કૂટરને મલ્ટીપલ બેટરી કન્ફિગરેશન સાથે રજૂ કરે છે. વધુમાં, કંપની આ સ્કૂટરને BaaS (Battery as a Service) સબ્સ્ક્રિપ્શન મોડેલ હેઠળ પણ ઓફર કરે છે, જેમાં ગ્રાહકે માત્ર સ્કૂટરની કિંમત ચૂકવવાની રહે છે અને બેટરી સબ્સ્ક્રિપ્શન પર મળે છે. BaaS મોડેલ હેઠળ કિંમત: 59,999 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ. 2.3kWh બેટરી વેરિઅન્ટ: 94,434 રૂપિયા (એક્સ-શોરૂમ). 3.1kWh બેટરી વેરિઅન્ટ: 1,00,000 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ. 3.5kWh બેટરી વેરિઅન્ટ: 1,08,993 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ. TVS iQube S (4.7kWh) વેરિઅન્ટ: 1,17,642 રૂપિયા (એક્સ-શોરૂમ). 5.3kWh બેટરી વેરિઅન્ટ: 1,58,834 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રેન્જ

TVS iQube ના વિવિધ વેરિઅન્ટ્સમાં નીચે મુજબની ક્લેઇમ્ડ રેન્જ મળે છે. 5.3kWh વેરિઅન્ટ: 212 km રેન્જ, 4.7kWh વેરિઅન્ટ: 175 km રેન્જ, 3.5kWh વેરિઅન્ટ: 145 km રેન્જ, 3.1kWh વેરિઅન્ટ: 123 km રેન્જ, 2.3kWh વેરિઅન્ટ: 114 km રેન્જ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ચાર્જિંગ ખર્ચ

જો 10 રૂપિયા પ્રતિ યુનિટનો હોમ ચાર્જિંગ દર ગણવામાં આવે, તો 5.3kWh બેટરીવાળા સ્કૂટરને ઘરે સંપૂર્ણ ચાર્જ કરવામાં લગભગ 60 રૂપિયાનો ખર્ચ થાય છે. જોકે, કમર્શિયલ ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ કરવાનો ખર્ચ વધુ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TVSMotor ElectricScooter TVSiQube
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ