બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / tv-actress-munmun-dutta-shares-her-sexual-harassment-story-with-media

NULL / તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાએ કર્યો ખુલાસો "મારા ટીચરના હાથ મારા પેન્ટમાં હતા" જાણો વધુ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટીવી સીરિયલ તારક મહેતાના ઉલટા ચશ્માની બબીતા એટલે કે મુનમુન દત્તા આ મામલે એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે હોલિવુડની જાણીતી અદાકારા alyssa milano ના #MeToo કેમ્પેઈન અંતર્ગત દુનિયાભરની સેલિબ્રિટી મહિલાઓ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન અને શોષણની ઘટનાઓ ખુલીને વાત કરી રહી છે ત્યારે આ અભિનેત્રીએ પણ એક રોચક ખુલાસો કર્યો હતો.

મુનમુન દત્તાએ પોતાની એક પોસ્ટ શેર કરતા લખ્યું હતુ કે આવી વાત લખતા-લખતા મારી આંખોમાં આસુ આવી રહ્યા છે. આપ લોકો સાથે આ વાત શેર કરીને હું ફરીથી આ મારી બાળપણની ખરાબ મેમરી તાજી કરી રહ્યો છું. જ્યારે હું મારા ઘર પાસે રહેતા એક અંકલથી ડરતી હતી. કેમ કે તેમને જ્યારે પણ મોકો મળતો ત્યારે મને જકડી લેતા હતા અને ધમકી આપતા હતા કે હું આ વાત કોઈને ન જણાવું. તો બીજી તરફ મારાથી ઉંમરમાં ઘણા મોટા કઝીન જે પોતાની દીકરીઓથી અલગ નજરથી જોતા હતા. કે પછી એ શખ્સ કે જેણે મને હોસ્પિટલમાં પેદા થતા જ જોયું હતુ અને બાદમાં 13 વર્ષની ઉમરની થતા મને સ્પર્શ કર્યો કારણ કે હું ટીનેજર હતી અને મારા શરીરમાં એક સ્ત્રી જેવા બદલાવ થઈ રહ્યા હતા. 

મુનમુને આગળ લખ્યુ હતુ કે મારા ટ્યુશન ટીચર જેને મેં રાખી બાંધી હતી તેણે પોતાના હાથ મારા પેન્ટમાં નાખ્યા હતા. અને તે ફિમેલ સ્ટુડન્ટ્સને તેની બ્રા પકડીને ખેંચતો હતો એ યુવતીઓના સ્તન પર થપ્પડ મારતો હતો. 

મુનમુને આ કેમ્પેન સાથે જોડાવા બદલ લખ્યું હતુ કે હું ગૌરવ અનુભવ છું કે હું પણ આ કેમ્પેન સાથે જોડાનારો એક અવાજ બની છું અને લોકો સુધી આ મેસેજ પહોંચાડી રહી છું કે મને પણ છોડવામાં નથી આવી. પરંતુ આજે હું કોઈપણ પુરુષને પાઠ ભણાવી શકુ છું જે દૂરથી પણ મારી સાથે કંઈ કરવાનું વિચારે. મને મારા પર ગર્વ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ