બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બંધ કરી દો મોબાઇલના આ 5 સેટિંગ્સ, એક જ વાર ચાર્જિંગમાં દિવસભર ચાલશે બેટરી

ટેક્નો ટિપ્સ / બંધ કરી દો મોબાઇલના આ 5 સેટિંગ્સ, એક જ વાર ચાર્જિંગમાં દિવસભર ચાલશે બેટરી

Last Updated: 10:18 AM, 11 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ આ વાતથી પરેશાન છો કે તમારા સ્માર્ટફોનની બેટરી હવે પહેલાં જેવી આખો દિવસ કેમ નથી ચાલતી? જો હા, તો તમારી આ સમસ્યાનો ઉકેલ છે, પરંતુ તે માટે તમારે સૌથી પહેલા તમારા ફોનની કેટલીક સેટિંગ્સ બંધ કરવી પડશે, જે બેટરી માટે 'વિલન' બની ગઈ છે.

સ્માર્ટફોન વાપરતા દરેક બીજા વ્યક્તિની ફરિયાદ હોય છે કે ફોનની બેટરી પહેલા જેવી લાંબા સમય સુધી સાથ આપતી નથી. ફરિયાદ કરતા પહેલા આપણે આ વિચારી લેવું જોઈએ કે આખરે બેટરી એટલી ઝડપી શા માટે ખતમ થવા લાગી છે? હકીકતમાં, ફોનની કેટલીક 'વિલન' સેટિંગ્સ એવી છે, જે તમારા હેન્ડસેટની બેટરી ઝડપથી ખતમ કરે છે, અને તેથી જ આખો દિવસ એકવાર ચાર્જ કર્યા પછી પણ ફોન તમારો સાથ નથી આપતો.

તમારી આ સમસ્યાને સમજતા ચાલો જાણીએ એવી પાંચ સેટિંગ્સ વિશે , જે તમારા ફોનની બેટરી ઝડપથી ખતમ કરતી હોય છે. જરૂર પડે ત્યારે આ સેટિંગ્સનો ઉપયોગ કરવો યોગ્ય છે, પરંતુ જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે પણ આ સેટિંગ્સ અનાવશ્યક રીતે ચાલુ રહે, તો તમારા ફોનની બેટરી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે, અને તમારે દિવસ પૂરો થાય એ પહેલાં ફરીથી ચાર્જ કરવું પડે છે.

બ્લૂટૂથ સેટિંગ

સૌથી પહેલા તો તમારે ચેક કરવું જોઈએ કે તમારા ફોનમાં બ્લૂટૂથ અનાવશ્યક રીતે ચાલુ છે કે નહીં. જો તમારે બ્લૂટૂથની જરૂર નથી તો તે તાત્કાલિક બંધ કરી દો. કેમ કે આ સેટિંગ ચાલુ હોવાના કારણે, તમારા ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે.

thumb_og_charger

જી.પી.એસ સેટિંગ

અજાણ્યા સ્થળે જતા સમયે રસ્તો શોધવા માટે આપણે ફોનમાં જી.પી.એસ (Location Service) ચાલુ કરી દઈએ છીએ. પરંતુ ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી, આ સેટિંગ બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. પરિણામે, આ સેટિંગ ફોનમાં સતત ઓન રહે, જે તમારા ફોનની બેટરી ઝડપથી ઓછી કરે છે. એટલે જ જ્યારે લોકેશન સર્વિસની જરૂર ન હોય, ત્યારે તે બંધ કરી દેવું જ વધુ સારું રહેશે.

મોબાઈલ ડેટા અને Wi-Fi

જો તમે ફોનમાં મોબાઈલ ડેટા અથવા Wi-Fi નો ઉપયોગ ન કરી રહ્યાં હો, તો આ સેટિંગ્સ બંધ કરી દો. ફોનમાં ડેટા અને Wi-Fi ચાલુ રહે, તો તે સતત સિગ્નલ શોધતા રહે છે, જે જરૂર કરતાં વધુ બેટરી વાપરે છે.

રિફ્રેશ રેટ સેટિંગ

તમારા ફોનના સેટિંગ્સમાં જઈને ચેક કરો કે તમારો ફોન કેટલા Hz રિફ્રેશ રેટ પર કામ કરી રહ્યો છે. જો તમે બેટરી બચાવવા માંગો છો, તો ફોનનો રિફ્રેશ રેટ ઓછી Hz પર સેટ કરો. ઉદાહરણ તરીકે, જો તમારા ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સેટ છે, તો તેને 90Hz પર સેટ કરો. આમ કરવાથી તમારા ફોનની બેટરી વધુ લાંબા સમય સુધી ચાલશે.

બેટરી વધુ વાપરતા Apps

તમારા ફોનની સેટિંગ્સમાં 'Battery Section' ખોલો અને ચેક કરો કે કયા Apps તમારી બેટરી વધુ વાપરે છે. જો કોઈ અનાવશ્યક એપ વધુ બેટરી વાપરી રહી છે, તો તેને હટાવી દો અથવા 'Restrict Background Usage' સેટિંગ ચાલુ કરી દો. આ ફોલો કરવાથી તમારા ફોનની બેટરી પહેલાથી વધુ લાંબા સમય સુધી ટકશે.

વધુ વાંચો: હોળી આવે એ પહેલા જ ACને જલ્દી-જલ્દી સર્વિસ કરાવી દો, તો રહેશો ફાયદામાં

આ 5 સેટિંગ્સ બંધ કરીને, તમે તમારા ફોનની બેટરી લાઈફમાં નોંધપાત્ર વધારો કરી શકો છો. તો હવે તમે પણ આ ટિપ્સ અપનાવો અને તમારો સ્માર્ટફોન આખો દિવસ સાથ આપશે!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

battery Smartphone settings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ