બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એક લગ્ન આવાં પણ! બોસે રજા ન આપી તો દુલ્હાએ કર્યું 'અજીબોગરીબ' કામ

ગજબ કિસ્સો / એક લગ્ન આવાં પણ! બોસે રજા ન આપી તો દુલ્હાએ કર્યું 'અજીબોગરીબ' કામ

Last Updated: 03:30 PM, 8 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેનેજરે રજા આપવાની ના પાડી દીધી, પણ લગ્ન તો કરવાના જ હતા અને નોકરી પણ છોડવી ન હતી. તો યુવકે વીડિયો કોલ પર જ લગ્ન કરી લીધા.

હિમાચલ પ્રદેશમાં વીડિયો કોલમાં એક નિકાહ થયા. થયું એવું કે તુર્કિયેમાં નોકરી કરતા એક વ્યક્તિને તેના લગ્ન માટે રજા ન મળી. તેના નિકાહ હિમાચલની એક યુવતી સાથે નક્કી થયા હતા, જે માટે તેણે રજા માટે એપ્લાય કર્યું હતું. પણ તેના મેનેજરે તેને રજા આપવાનો ઇનકાર કરી દીધો. આ વાત છે અદનાનની. અદનાનને નિકાહ પણ કરવા હતા અને નોકરી પણ છોડવી ન હતી. એટલે તેને વીડિયો કોલ પર જ લગ્ન કરી લીધા. અદનાન મુહમ્મદના પરિવારજનોએ જણાવ્યું કે તે વીડિયો કોલમાં તુર્કિયેથી જોડાયો અને યુવતી મંડીથી જોડાઈ હતી. આ રીતે વીડિયો કોલ પર જ નિકાહ સંપન્ન થઈ ગયા.

PROMOTIONAL 13

અદનાન મુહમ્મદ હિમાચલ પ્રદેશના બિલાસપુરનો રહેવાસી છે, જ્યારે તેની પત્ની મંડી જિલ્લાની છે. યુવતીના દાદા બીમાર છે અને તેઓ ઈચ્છતા હતા કે નિકાહ જલ્દી પૂર્ણ થઈ જાય. એવામાં છોકરો અને છોકરી બંનેના પરિવારો વર્ચ્યુઅલ નિકાસ માટે સંમત થઈ ગયા. આ નિકાહ સોમવારે થયા હતા. કપલ વીડિયો કોલિંગ પર જોડાયા, જ્યારે કાઝીએ નિકાહ કરાવ્યા. આ દરમિયાન બંનેએ ત્રણ વાર કુબૂલ હૈ-કુબૂલ હૈ કહ્યું અને આ સાથે જ નિકાહ પૂર્ણ થયા. યુવતીના કાકાએ જણાવ્યું કે આજે આપણી પાસે એડવાન્સ ટેક્નોલોજી છે અને તેના કારણે રજા મળ્યા વિના પણ લગ્ન સંપન્ન થઈ શકયા.

આ પણ વાંચો: મુખ્યમંત્રીના સમોસાં સ્ટાફ કેમ ખાઈ ગયો? દેશના આ રાજ્યમાં બેઠી CID તપાસ, વિવાદ મોટો

આ પહેલા ગયા વર્ષે પણ હિમાચલમાં એક વર્ચ્યુઅલ લગ્ન થયા હતા. ત્યારે શિમલાના કોટગઢના રહેવાસી આશિષ સિંધા અને કુલ્લુના ભુંતરમાં રહેતી શિવાની ઠાકુરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગ્ન કર્યા હતા. જો કે, તે સમયે તેનું કારણ નોકરીમાં રજા ન મળવાની મજબૂરી જેવું નહોતું. તેનું કારણ એ હતું કે આ વિસ્તારમાં ભારે પૂર આવ્યું હતું અને ભૂસ્ખલન પણ થયું હતું. આ રીતે લગભગ એક વર્ષમાં હિમાચલ પ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે લગ્ન થયા છે. મુહમ્મદ અદનાન કહે છે કે રજા મળતાં જ તે આવી જશે અને તેની દુલ્હનને મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nikah on Video Call National News Bizarre News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ