બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Tuesdays Remedies 5 things to do for worship devotee lord hanuman

ધર્મ / મંગળવારના દિવસે કરો આ 5 વિશેષ કામ: થશે અપાર ધનવર્ષા, તમામ કષ્ટો દૂર કરશે હનુમાનજી

Arohi

Last Updated: 08:42 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tuesdays Remedies: મંગળવારનો દિવસ ભગવાન બજરંગબલીનો માનવામાં આવે છે. આ દિવસે ભક્તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન હનુમાનજીની પૂજા કરે છે. હનુમાનજી તેમના ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે.

  • મંગળવારે કરી લો આ ઉપાય 
  • પ્રસન્ન થશે હનુમાનજી 
  • દરેક દુઃખ કરશે દૂર 

મંગળવારે હનુમાનજીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસ હનુમાનજીને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન બજરંગબલીની પૂજા કરવાથી બધા કષ્ટ દૂર થઈ જાય છે. મંગળવારે ઘણા ભક્ત હનુમાનજીનું વ્રત પણ કરે છે. 

આ દિવસે વ્રતનું ખાસ મહત્વ હોય છે. મંગળવારે વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા કરવાથી ઘણા લાભ મળે છે. આવો જાણીએ હનુમાનજીની પૂજામાં કરવામાં આવતા 5 ખાસ ઉપાયો વિશે. 

સરસવના તેલથી દિવો કરો 
મંગળવારે હનુમાન મંદિર જઈને સરસવના તેલથી દિવો કરો. તેનાથી ધનની સમસ્યા દૂર થાય છે. ધ્યાન રાખો કે આ દિવો માટીનો જ હોવો જોઈએ. 

ત્યાર બાદ હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસનો પાઠ કરો. એમ કરવાથી વ્યક્તિની ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને હનુમાનજીના આશીર્વાદ બની રહેશે. 

આ મંત્રોનો કરો જાપ 
જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબેલો છે તો તેને મંગળવારનું વ્રત કરવું જોઈએ અને હનુમાન મંદિર જઈને ‘ओम हनुमते नमः’ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. 

સાથે જ માન્યતા એવી પણ છે કે મંગળવારના દિવસે ઋણ મોચન અંગારક સ્તોતનો પાઠ કરવાતી પણ દેવામાંથી મુક્તિ મળે છે. 

તુલસીના પાન ચડાવો 
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળનો પ્રતિકૂળ પ્રભાવ છે તો તેને 106 તુલસીના પાન પર રામનું નામ લખીને તેની માળા બનાવી હનુમાનજીને પહેરાવવી જોઈએ. તેનાથી મંગળ દોષને દૂર કરવામાં ફાયદો થશે.
 
સાથે જ હનુમાનજીના ભક્તો પર શનિદેવની કૃપા હોય છે. શનિદેવ તેમને કોઈ પ્રકારે કષ્ટ નથી પહોંચાડી શકતા. સાથે જ મંગળ દોષ દૂર કરવા માટે સુંદરકાંડનો પાઠ કરવો પણ લાભકારી હોય છે. 

ગાયને રોટલી ખવડાવો
મંગળવારના દિવસે સ્નાન કરી સવારના સમયે ગાયને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીની ખાસ કૃપા બની રહેશે. 

તેના ઉપરાંત મંગળવારના દિવસે એક નારિયેળ લઈને પોતાના ઉપરથી 7 વખત ફેરવીને કોઈ હનુમાન મંદિરમાં ચડાવી દો. આ ઉપાયથી ધન વૃદ્ધિ થવા લાગે છે. પ્રયન્ન કરો કે દર મંગળવારે હનુમાનજીને એક નારિયેળ જરૂર ચડાવો. 

બુંદીનો પ્રસાદ ચડાવો 
મંગળવારના દિવસે ભગવાન બજરંગબલીને બુંદીનો પ્રસાદ અર્પિત કરવો જોઈએ. મંગળ દોષ દૂર કરવા માટે મંગળવારના દિવસે બજરંગબલીને બુંદીનો પ્રસાદ ચડાવવાથી ફાયદો મળે છે. આ પ્રસાદને ઘરે ન લાવવો. આ ઉપાય સતત 40 દિવસ સુધી કરવાથી ફાયદો મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ