બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Trust Rupani to PM Modi in Saurashtra! Gujarat Election 2022

શું કહે છે તસવીર? / સૌરાષ્ટ્રમાં PM મોદીને રૂપાણી પર ભરોસો! સોમનાથમાં જોવા મળ્યા દ્રશ્યો, કંડોરણા-રાજકોટમાં પણ કરી હતી ગુફ્તેગૂ

Priyakant

Last Updated: 12:21 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સ્ટેજ પર ખૂલીને વાત કરતાં દેખાતા રાજકીય વિશ્લેષકો અનેક અનુમાન લગાવી રહ્યા છે

  • PM મોદીને સૌરાષ્ટ્રમાં હજુ રૂપાણી પર વિશ્વાસ 
  • સોમનાથની સભામાં બંને વચ્ચેનું બોન્ડિંગ દેખાયું 
  • સ્ટેજ પર ખૂલીને વાત કરતાં દેખાયા PM મોદી અને રૂપાણી 
  • આ પહેલા પણ આવા દ્રશ્યો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા હતા  

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા છે. જોકે અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સ્ટેજ પર ખૂલીને વાત કરતાં દેખાતા રાજકીય વિશ્લેષકો અનેક અનુમાન લગાવી રહ્યા છે. જોકે આ કઈ નવું નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી વચ્ચે આ વાર્તાલાપ થયો હોય. આની પહેલા પણ વડાપ્રધાન મોદીએ જામકંડોરણા અને રાજકોટમાં વિજય રૂપાણીને પોતાની નજીક બોલાવી વાતચીત કરી હતી. આના પરથી એવી ચર્ચા ઊભી થઈ છે કે, PM મોદીને સૌરાષ્ટ્રમાં હજુ વિજય રૂપાણી ઉપર વિશ્વાસ છે. 

આપણે ત્યાં એક કહેવત છે કે, રાજકારણમાં કશું કાયમી નથી હોતું. જેનું સૌથી તાજું ઉદાહરણ આજની વેરાવળની સભામાં જોવા મળ્યું છે. વાત જાણે એમ છે કે, ચૂંટણી પ્રચાર અર્થે ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાને આજે સોમનાથ મહાદેવના દર્શન કરી વેરાવળમાં સભા સંબોધી હતી. જોકે આ સભામાં PM મોદીની બાજુમાં સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન મળ્યું હતું. જોકે આ દરમ્યાન વડાપ્રધાન અને વિજય રૂપાણી કોઈ વાતને લઈ સ્ટેજ પર ગુફ્તેગૂ કરતાં દેખાયા હતા. જોકે હવે પીએમ મોદીની બોડી લેંગ્વેજથી રાજકીય વિશ્લેષકોએ રૂપાણીને પીએમની નિકટ ગણાવ્યા છે. 

આ પહેલા પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા 

વિગતો મુજબ ગત 11 ઓક્ટોબરે જામકંડોરણામાં સભા હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને સ્ટેજ પર પોતાની નજીક બોલાવ્યા હતા. જ્યારે બુધવારે ફરી રાજકોટની જાહેર સભામાં આવા દૃશ્યો જોવા મળ્યા. રાજકોટમાં પણ PM મોદીએ ફરી એકવાર રૂપાણીને સ્ટેજ પર નજીક બોલાવ્યા અને ગૂફ્તેગો કરી હતી. 

જામકંડોરણાની સભામાં એવું તે શું થયું હતું ? 

તા.11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે PM મોદીએ જંગી સભાનું સંબોધન કર્યું હતું. PMના આગમન પૂર્વે પાટીલ સ્ટેજ પર આવ્યા તો બધા તેમની સાથે ચર્ચા કરવા પહોંચી ગયા પણ રૂપાણી તેમની જગ્યાએ બેઠા રહ્યા હતા. આ દૃશ્ય જોઇ બંને વચ્ચે દૂરી હોવાનું એક તબક્કે લોકોને લાગ્યું હતું. બાદમાં વડાપ્રધાન આવ્યા તો તેમના અભિવાદન માટે પણ વિજય રૂપાણી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા હતા. વડાપ્રધાને સ્ટેજ પર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બાદમાં સી.આર.પાટીલે ભાષણ આપ્યું હતું. પાટીલે ભાષણ ચાલુ કર્યું તે જ સમયે વડાપ્રધાન મોદીએ વિજય રૂપાણીને ઈશારો કરી પોતાની પાસે બોલાવી અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી.  

જામકંડોરણા સભા  (ફાઇલ તસવીર)

રાજકોટમાં શું બન્યું હતું ? 

તા.19 ઓક્ટોબરના રાજકોટમાં PM મોદીની સભા દરમિયાન મંચ પર ગુજરાતની 20 વર્ષની વિકાસગાથા વર્ણવતી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. એ દરમિયાન PM મોદીએ રૂપાણીને નજીક બોલાવ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન કોઈ મુદ્દે રૂપાણીએ PM મોદીને કોઈ વાતની ખાતરી આપી હોય તેવું જણાય રહ્યું હતું. જેને પગલે મોદીએ પણ હકારમાં જવાબ આપ્યો હતો. જેથી રૂપાણી ફરી બેસી ગયા હતા.

રાજકોટ સભા (ફાઇલ તસવીર) 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ