બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ''એક જ ઘામાં અમે ખતમ...'', ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભીડ એકત્ર થતા ટ્રમ્પની ધમકી

વિશ્વ / ''એક જ ઘામાં અમે ખતમ...'', ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભીડ એકત્ર થતા ટ્રમ્પની ધમકી

Jinal Chauhan

Last Updated: 10:37 AM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ઈરાનને લઈને આક્રમક નિવેદન આપતા ચર્ચામાં આવ્યા છે. ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટતા ટ્રમ્પે કડક ટિપ્પણી કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ઈરાનને લઈને આક્રમક નિવેદન આપતા ચર્ચામાં આવ્યા છે. ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટતા ટ્રમ્પે કડક ટિપ્પણી કરી છે. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા ઇચ્છે તો ઈરાનના ટોચના નેતૃત્વને એક જ હુમલામાં ખતમ કરી શકે છે. જોકે તેમણે સાથે એવું પણ કહ્યું કે અમેરિકા હાલ સંવાદનો માર્ગ ખુલ્લો રાખવા માંગે છે. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાન તરફથી પણ તીખો જવાબ આપવામાં આવ્યો છે.

"એક જ ઘામાં બધાને ખતમ કરી શકીએ", ટ્રમ્પનું નિવેદન

અમેરિકી મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનના અનેક ટોચના નેતાઓ હાલમાં પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં એકસાથે હાજર છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પાસે એવી ક્ષમતા છે કે જો તે ઇચ્છે તો એક જ હુમલામાં સમગ્ર ટોચના નેતૃત્વને નિશાન બનાવી શકે. જોકે તેમણે ઉમેર્યું કે અમેરિકા હાલ એવો કોઈ પગલું ભરવા માંગતું નથી, કારણ કે ભવિષ્યમાં વાતચીત અને રાજદ્વારી માટે દરવાજા ખુલ્લા રાખવા જરૂરી છે.

trump-normal

ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભીડ જોઈ ટ્રમ્પ આશ્ચર્યચકિત

ટ્રમ્પે કહ્યું કે તેમને આશ્ચર્ય થયું કે ખામેનેઈના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ભાવુક બનીને હાજર રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેમને લાગતું હતું કે ઈરાનની જનતા ખામેનેઈથી નારાજ છે, પરંતુ અંતિમ યાત્રામાં ઉમટેલી ભીડ અને લોકોની લાગણીઓ જોઈ તેઓ ચોંકી ગયા. ટ્રમ્પે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે કદાચ આ આંસુ સાચા પણ ન હોય.

ઈરાનનો તીખો જવાબ

ટ્રમ્પના નિવેદન બાદ આર્મેનિયામાં આવેલા ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપી હતી. ઈરાને પોતાના જવાબમાં કહ્યું કે જે વ્યક્તિ પાસે સંસ્કૃતિ, ઇતિહાસ અને સન્માનની સમજ નથી, તે આવી લાગણીઓ અને પરંપરાઓને ક્યારેય સમજી શકશે નહીં.

"ઈરાનની કમર તોડી નાખી", ટ્રમ્પનો વધુ એક દાવો

અમેરિકાના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ પહેલાં પણ ટ્રમ્પે ઈરાન અંગે આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હવે તે સમાધાન માટે ઉત્સુક બન્યું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર માટે ઈરાનને સમય આપવામાં આવ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ અમેરિકાને આઝાદ થયે 250 વર્ષ પુર્ણ, PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને USના લોકોને પાઠવ્યા અભિનંદન

ઈરાને અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી આપી

બીજી તરફ ઈરાનના સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ કોઈપણ પ્રકારની ગેરસમજમાં ન રહે. ઈરાને ચેતવણી આપી છે કે દેશ સામે કોઈ પણ પ્રકારનો હુમલો અથવા આક્રમક કાર્યવાહી થશે તો તેનો તરત અને કડક જવાબ આપવામાં આવશે.

9 જુલાઈ સુધી ચાલશે અંતિમ સંસ્કારના કાર્યક્રમો

અયાતુલ્લા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ ધાર્મિક અને સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો 9 જુલાઈ સુધી ચાલવાના છે. અહેવાલ મુજબ અંતિમ વિધિ સાથે જોડાયેલા કાર્યક્રમો ઈરાનના અનેક શહેરો ઉપરાંત ઇરાકમાં પણ યોજાશે.

સુરક્ષા કારણોસર પુત્ર જાહેરમાં દેખાય તેવી શક્યતા ઓછી

મીડિયા અહેવાલો અનુસાર ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ જાહેરમાં અંતિમ સંસ્કાર કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા ઓછી છે. સુરક્ષા એજન્સીઓ તરફથી સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તેમના જાહેર કાર્યક્રમોમાં હાજરી અંગે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khamenei Funeral Donald Trump Iran News
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ