બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં આરપારની લડાઈ: રસ્તા પર ઉતર્યા લાખો મહિલાઓ અને બાળકો, ભારત પાસે માંગી મદદ

વિશ્વ / પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં આરપારની લડાઈ: રસ્તા પર ઉતર્યા લાખો મહિલાઓ અને બાળકો, ભારત પાસે માંગી મદદ

Pravin Joshi

Last Updated: 10:36 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ વિદ્રોહ ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રદર્શનના 27th દિવસે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને 'આઝાદી' ના નારા સાથે ભારત તરફ પાછા આવવાના સંકેતો આપી રહ્યા છે.

પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના વિવિધ શહેરોમાં પ્રદર્શન શરૂ થયાના 27 દિવસે પાકિસ્તાની હુકુમત અને સેના વિરુદ્ધ જનઆક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. પાકિસ્તાનના અત્યાચારો સામે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનમાં બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ તમામ સામેલ છે. તેઓ પાકિસ્તાન પાસેથી આઝાદીના નારા લગાવી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ હિન્દુસ્તાન સાથે પાછા આવવાનો ઈશારો કરીને ભારત પાસે અનાજ અને મદદની માંગ કરી રહ્યા છે.

PoJK Protests 2026

'આઝાદી અમારો હક છે' ના નારાથી ગુંજ્યું કોટલી

PoJK ના કોટલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યાં હાજર પ્રદર્શનકારીઓએ "હૈ હક હમારા આઝાદી, હમ લેકે રહેંગે આઝાદી..." ના પ્રચંડ નારા લગાવ્યા હતા. આ આંદોલનમાં મહિલાઓ અને બાળકો પણ સમાન રીતે ભાગ લઈ રહ્યા છે. રાવલકોટના પાનીવાલા વિસ્તારમાં હજારો મહિલાઓએ પાકિસ્તાની સરકારને પડકાર ફેંકતા નારા લગાવ્યા કે, શાસકો જોઈ લો અમે તમારી મોત છીએ...". બીજી તરફ, હથિયા બાલામાં લાકડાના દંડા લઈને હજારો યુવાનોએ પાકિસ્તાની સેના સામે મોરચો માંડ્યો છે. શાળાની રજાના દિવસે બાળકોએ પણ રેલી કાઢીને 'ઇન્કલાબ આવશે' ના નારા લગાવી પાકિસ્તાનને સ્પષ્ટ કહી દીધું છે કે PoJK નું ભવિષ્ય પાકિસ્તાનની બિલકુલ વિરુદ્ધમાં છે. પાલંદ્રી, દદિયાલ, મીરપુર, કોટલી અને બાગ જેવા તમામ વિસ્તારોમાં પાકિસ્તાની ગેરકાયદેસર કબજાને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી રહી છે.

Pakistan-PM-Shehbaz-Sharif

પાકિસ્તાની સેનાનું અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાની હુકુમતે ગયા મહિને 5 જૂનના રોજ આ પ્રદર્શન શરૂ થવાના 5 દિવસ પહેલા જ સમગ્ર PoJK માં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને તે જ દિવસથી ત્યાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના આ અત્યાચારમાં અત્યાર સુધીમાં 58 લોકોના મોત થઈ ચૂક્યા છે. પાકિસ્તાનના આ જુલમને 1 મહિનો પૂરો થવા પર સમગ્ર PoJK માં વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. પાકિસ્તાની સેનાએ પ્રદર્શનને કચડી નાખવા માટે દદિયાલ અને મુઝફ્ફરાબાદના નીલમ બ્રિજ પર નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 8 પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ પહેલા શનિવારના રોજ સવારે ફજરની નમાઝના સમયે રાવલકોટના ઈદગાહ મેદાન પર પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કર્યું હતું, જ્યાં છેલ્લા 27 દિવસથી 80,000 જેટલા પ્રદર્શનકારીઓ ધરણા પર બેઠા છે.

આ પણ વાંચોઃ VIDEO / પાટા પર તો જાણે નદી વહેતી હોય એટલું પાણી, છતાંય વંદે ભારત સડસડાટ નીકળી ગઇ

પાકિસ્તાની ફોજ સામે નમવા તૈયાર નથી જનતા

મુઝફ્ફરાબાદના નીલમ બ્રિજ પરથી સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે, જ્યાં એક તરફ મસ્જિદમાંથી અઝાનનો અવાજ આવી રહ્યો છે અને બીજી તરફ પાકિસ્તાની રેન્જર્સ લોકો પર એકધારી ગોળીઓ ચલાવી રહ્યા છે. દદિયાલમાં પણ AK-47 થી ફાયરિંગની તસવીરો સામે આવી છે. આટલા દમન અને લોહિયાળ સંઘર્ષ છતાં, PoJK ના બહાદુર લોકો પાકિસ્તાની ફોજ કે પોલીસ સામે ઝૂકવા તૈયાર નથી. લોકો રેન્જર્સની સામે જ ઇન્કલાબના નારા લગાવી રહ્યા છે અને બાઇક રેલીઓ કાઢીને પાકિસ્તાની શાસનનો બહિષ્કાર કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PoJKProtests PakistanArmyAtrocities PoJKRebellion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ