બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારત-ચીન સહિત 16 દેશો ટ્રમ્પના ટેરિફ અટેકના નિશાના પર, જાણો શું છે પ્લાન?

વર્લ્ડ / ભારત-ચીન સહિત 16 દેશો ટ્રમ્પના ટેરિફ અટેકના નિશાના પર, જાણો શું છે પ્લાન?

Jinal Chauhan

Last Updated: 09:38 AM, 12 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દુનિયાના ઘણા દેશો પર ટેરિફ લગાવવાની તૈયારી કરી છે. ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે તેમના પ્રશાસને ભારત અને ચીન સહિત 16 દેશ સામે નવી ટ્રેડ તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

એક તરફ અમેરિકા ઈરાન સાથે ભારે યુદ્ધ લડી રહ્યું છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દેશો પર નવા ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસને તેના 16 વેપારી ભાગીદાર દેશો સામે ઔદ્યોગિક ક્ષમતા વધારે હોવાના આરોપ સાથે નવી ટ્રેડ તપાસ શરૂ કરી છે. માનવામાં આવે છે કે અમેરિકાના આ પગલાથી આગળ જઈને નવા ટેરિફ લગાવી શકાય છે. ટ્રમ્પની યાદીમાં ભારત, ચીન સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થાઓ સામેલ છે.

ટ્રમ્પ ફરી ઝટકો આપવા તૈયારીમાં

ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન આ ટ્રેડ તપાસ 1974ના ટ્રેડ એક્ટની ધારા 301 હેઠળ શરૂ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તપાસનો ઉદ્દેશ્ય વેપારી ભાગીદાર દેશોને નવો ઝટકો આપવાનો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પની મુખ્ય ટેરિફ નીતિને અટકાવવામાં આવ્યા પછી અમેરિકા હવે નવા ટેરિફ લગાવવાનો રસ્તો શોધી રહ્યું છે. બુધવારે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે આ ધારા હેઠળ બે અલગ અલગ તપાસની જાહેરાત કરી છે.

trump-normal

બે અલગ તપાસમાં શું હશે?

રિપોર્ટ મુજબ પ્રથમ તપાસમાં ભારત, ચીન સહિતના મોટા વેપારી ભાગીદાર દેશોમાં વધારાની ઔદ્યોગિક ક્ષમતાની તપાસ કરવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે ઘણા દેશોએ જરૂર કરતાં વધારે મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારી છે, જે અમેરિકાના હિત માટે યોગ્ય નથી. જ્યારે બીજી તપાસ એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે કથિત રીતે બળજબરીથી કામ કરાવેલા મજૂરો દ્વારા બનાવવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ કોઈપણ ડર વગર હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરો, ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પની તેલ કંપનીઓને સલાહ

સુપ્રીમ કોર્ટથી ટેરિફ રદ્દ થયા પછી ટ્રમ્પનો નવો પ્લાન

રિપોર્ટ મુજબ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જૈમિસન ગ્રીરે કહ્યું છે કે નીતિ તો એ જ રહેશે પરંતુ કોર્ટના નિર્ણય અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પગલાંમાં ફેરફાર થઈ શકે છે. તેમણે કહ્યું કે અમારી મુખ્ય પ્રાથમિકતા અમેરિકાની નોકરીઓનું રક્ષણ કરવું છે. ગ્રીરના જણાવ્યા મુજબ આ બે તપાસ ખાસ કરીને એવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં ઉત્પાદન વાસ્તવિક બજારની માંગ કરતાં વધારે દેખાય છે.

ટ્રમ્પના નિશાન પર કયા દેશો?

સુપ્રીમ કોર્ટમાં ટેરિફ મામલે હાર મળ્યા પછી પણ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફ લગાવવાના ઘણા પગલાં લીધા હતા. હવે તેમના નવા ટેરિફ પ્લાન હેઠળ આ તપાસની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાની આ તપાસમાં ભારત અને ચીન ઉપરાંત યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, તાઈવાન, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, કમ્બોડિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, સ્વિટ્ઝર્લેન્ડ અને નોર્વે જેવા દેશો નિશાન પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India China trade Trump tariff plan US trade investigation
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ