બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોર્ચ્યુનર ભૂલી જશો! ટોયોટા લાવી રહી છે સૌથી સસ્તી Land Cruiser, જાણો ફીચર્સ અને કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / ફોર્ચ્યુનર ભૂલી જશો! ટોયોટા લાવી રહી છે સૌથી સસ્તી Land Cruiser, જાણો ફીચર્સ અને કિંમત

Last Updated: 11:59 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટોયોટા ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી SUV 'ટોયોટા લેન્ડ ક્રૂઝર એફજે' લોન્ચ કરવા જઈ રહી છે. આ કાર ફોર્ચ્યુનર કરતા પણ ઓછી કિંમતમાં આવશે અને તેને ભારતમાં જ મેન્યુફેક્ચર કરવાની યોજના છે, જેના કારણે તેની કિંમત બજેટમાં રહે તેવી શક્યતા છે.

1/5

photoStories-logo

1. ફોર્ચ્યુનર ભૂલી જશો! ટોયોટા લાવી રહી છે સૌથી સસ્તી Land Cruiser, જાણો ફીચર્સ અને કિંમત

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ માટે ટોયોટાએ પોતાની એક નવી અને ભવ્ય SUV લોન્ચ કરવાની પુષ્ટિ કરી દીધી છે. ગ્લોબલ માર્કેટમાં અગાઉ રજૂ થઈ ચૂકેલી ટોયોટા લેન્ડ ક્રૂઝર એફજે ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે. આ કાર મારુતિ સુઝુકીનું કોઈ રિબેજ્ડ મોડેલ નથી, પરંતુ ટોયોટાની પોતાની ઓરિજિનલ કાર હશે. આ લાઇનઅપની સૌથી સસ્તી લેન્ડ ક્રૂઝર હશે, જેમાં દમદાર ઓફ-રોડિંગ ફીચર્સ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 2028 સુધીમાં લોન્ચિંગ અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન

ટોયોટા આ કારને ભારતમાં 2028 સુધીમાં લોન્ચ કરી શકે છે. કંપનીએ સૌપ્રથમ 2025 માં જાપાન મોબિલિટી શો (Japan Mobility Show) માં આ કારનું અનાવરણ કર્યું હતું. કારની કિંમત ઓછી અને વાજબી રાખવા માટે ટોયોટા આ SUV ને ભારતમાં જ મેન્યુફેક્ચર કરવાની તૈયારી કરી રહી છે. કંપની વાર્ષિક 89000 યુનિટ્સનું ઉત્પાદન કરવાનો પ્લાન બનાવી રહી છે, જેમાંથી 40000 યુનિટ્સ મિડલ ઈસ્ટના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અંદાજિત કિંમત અને સ્પર્ધા

એવું માનવામાં આવે છે કે ટોયોટા લેન્ડ ક્રૂઝર એફજે ભારતમાં 30 લાખ રૂપિયાના બજેટમાં લોન્ચ થઈ શકે છે. ભારતમા તેના પાર્ટ્સનું વધુમાં વધુ લોકલાઈઝેશન કરવામાં આવશે જેથી કિંમત પર કાબૂ રાખી શકાય. આ કિંમત અને ફીચર્સ સાથે આ SUV ની સીધી સ્પર્ધા ભારતીય માર્કેટમાં મહિન્દ્રા સ્કોર્પિયો N 4x4 (Mahindra Scorpio N 4x4) અને ફોર્સ ગોર્ખા (Force Gurkha) જેવી કાર સાથે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઈજિન, એન્જિન પાવર અને ડાઈમેન્શન

ટોયોટા લેન્ડ ક્રૂઝર એફજે કંપનીના જાણીતા IMV લેડર ફ્રેમ પ્લેટફોર્મ પર આધારિત છે. તેમાં 2.7 લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 163 PS નો પાવર અને 246 Nm નો ટોર્ક જનરેટ કરે છે. કારમાં 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને 4 વ્હીલ ડ્રાઈવ (4WD) સિસ્ટમ આપવામાં આવશે. આ SUV 4574 mm લાંબી, 1855 mm પહોળી, 1960 mm ઊંચી અને 2580 mm ના વ્હીલબેસ સાથે આવશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 215 mm નું હશે. આ પરિમાણો સાથે તે ફોર્ચ્યુનર અને મહિન્દ્રા સ્કોર્પિયો N કરતા લંબાઈમાં થોડી નાની હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સ

ટોયોટા લેન્ડ ક્રૂઝર એફજે 5 સીટર અવતારમાં આવશે. ડિઝાઇનની વાત કરીએ તો તેમાં LED હેડલાઇટ્સ, LED DRLs, રૂફ રેલ્સ, સાઇડ સ્ટેપ્સ અને સ્ક્વેર વ્હીલ આર્ચ જોવા મળશે. પાછળના ભાગે સિગ્નેચર ટેલગેટ માઉન્ટેડ સ્પેર વ્હીલ સાથે સાઇડ ઓપનિંગ ડોર મળશે. કારની અંદર 12.5 inch ની વિશાળ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સનરૂફ અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા આધુનિક અને પ્રીમિયમ ફીચર્સ પણ આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ToyotaLandCruiserFJ LandCruiser ToyotaIndia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ