બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tourists or visitors will not get alcohol in Gift City

BIG NEWS / બહુ ખુશ થવાની જરૂર નથી: ગિફ્ટ સિટીમાં ગમે તે ટૂરિસ્ટને નહીં મળે દારૂ, સરકારે તમામ નિયમો કર્યા જાહેર, જાણો વિગતવાર

Priyakant

Last Updated: 02:19 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GIFT City Liquor Latest News: ગિફ્ટસિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને કંપનીના HR હેડ, જવાબદાર અધિકારીની ભલામણને આધારે ટેમ્પરરી દારૂની મંજૂરી મળશે, FL3 લાઈસન્સધારક રાજ્યના અન્ય પરમિટધારકને દારૂ નહીં વેચી શકે

  • ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર
  • જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટસિટીમાં દારૂની છૂટ નહીં
  • વિઝિટર પરમિટધારકો ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે
  • ટૂરિસ્ટ પરમિટધારકો ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે
  • ગિફ્ટસિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકશે

GIFT City Liquor News : ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટસિટીમાં દારૂની છૂટ નહીં મળે. વિઝિટર પરમિટધારકો ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે તો ટૂરિસ્ટ પરમિટધારકો પણ ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે. આ તરફ ગિફ્ટસિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. 

ગિફ્ટસિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી દારૂની મંજૂરી મળશે. આ સાથે કંપનીના HR હેડ, જવાબદાર અધિકારીની ભલામણને આધારે મંજૂરી મળશે. મુલાકાતીઓ સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પરમિટધારક કર્મી રહેશે અને લાઈસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે.

આ સાથે FL3 લાઈસન્સધારક રાજ્યના અન્ય પરમિટધારકને દારૂ નહીં વેચી શકે. લાઈસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ દારૂ નહીં વેચી શકાય. આ તરફ દારૂનું સેવન કરનાર વ્યક્તિ દારૂ પીધા બાદ વાહન નહીં ચલાવી શકે અને 21 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને જ દારૂની પરમિશન મળશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. 

દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ પર અસર 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા ઈન્કવાયરી વધી છે. આ તરફ દારૂ મુક્તિ મળતા ગિફ્ટ સિટી ક્લબમાં નવા સભ્યો પણ નોંધાયા છે. વિગતો ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં હાલ મેમ્બરશીપનો ભાવ 7 લાખ છે. રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબમાં માત્ર 48 કલાકમાંજ 107 લોકોએ મેમ્બરશીપ મેળવી લીધી છે. વિગતો મુજબ ગિફ્ટસિટી ક્લબે મેમ્બરશીપ માં જ રૂ .7.49 કરોડની કમાણી કરી લીધી છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2300 સુધી પહોંચી ગઈ છે. 

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં " વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે. 

કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે
આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. 

હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી પરવાના મેળવી શકશે
GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.  સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ