બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Touch Stone Foundation was given the contract to make Prasad of Mohanthal in Ambaji

નિવેદન / અંબાજીમાં મોહનથાળનો કોન્ટ્રાક્ટ જે નવી કંપનીને અપાયો, એ પહેલા પણ આવી ચૂકી છે વિવાદમાં: કલેક્ટરે કહ્યું- આક્ષેપ કરનારા તો કરશે જ

Malay

Last Updated: 11:58 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Prasadi Controversy: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને અપાયો, અગાઉ પ્રસાદમાં ભેળસેળ કરતા ટચ સ્ટોન ફાઉન્ડેશનને કરાયો હતો દંડ.

  • અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બનાવતી કંપનીનો વિવાદ
  • બનાસકાંઠાના કલેક્ટર વરૂણ બરનવાલનું નિવેદન
  • પ્રસાદ કોન્ટ્રાક્ટ માટેની નવી કંપની પણ વિવાદમાં

Ambaji Prasadi Controversy: અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળા પહેલા ફૂડ વિભાગ દ્વારા મોહનથાળ બનાવવામાં ઉપયોગમાં આવતા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે સેમ્પલ ફેલ થયા હતા. મોહનથાળ પ્રસાદનો મામલો ફરી એકવાર ગરમાતા મોહનથાળ બનાવતી કંપની મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યું કરાયું નથી. હવે મોહનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશન એટલે કે અક્ષયપાત્રાને સોંપવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. ત્યારે પ્રસાદ કોન્ટ્રાક્ટ માટેની નવી કંપની પણ વિવાદમાં ચૂકી છે. ટચ સ્ટોન ફાઉન્ડેશને અગાઉ પ્રસાદમાં ભેળસેળ કરતા રૂ.60 હજારનો દંડ કરાયો હતો. 

અંબાજી વિવાદ મુદ્દે શું કહે છે PK લહેરી, જેમણે 1976માં મંદિર તરફથી શરૂ  કરાવ્યો હતો મોહનથાળનો પ્રસાદ, હવે છે સોમનાથના ટ્રસ્ટી | ambaji temple  mohanthal ...

ટચ સ્ટોન ફાઉન્ડેશન ઘણા શહેરમાં કામ કરે છેઃ કલેક્ટર
આ મામલે બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ હવે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે. આ ફાઉન્ડેશન દેશમાં ઘણી બધી જગ્યાએ કામ કરે છે. અગાઉ વર્ષ 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશને આ કામ કર્યું હતું. એક સમયે એવો કિસ્સો બન્યો હતો કે વધારે ભીડ હોવાથી મોહનથાળ બનાવવા દૂધની જગ્યાએ પાઉડર વાપર્યો હતો અને તે પણ તંત્રના ધ્યાને આવતા ટચ સ્ટોન ફાઉન્ડેશનને રૂ.60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે તપાસ કરતા ફાઉન્ડેશનનો બીજો કોઈ દોષ અમને મળેલ નહોતો. 

વરુણ બરનવાલ (કલેક્ટર, બનાસકાંઠા)

આક્ષેપ કરનાર તો આક્ષેપ કરશેઃ કલેક્ટર
કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, અત્યારે પહેલા કરતા અમારી સિસ્ટમ વધુ મજબૂત થઈ છે. કોઈપણ એજન્સીને કામ આપીએ, આક્ષેપ કરનાર તો આક્ષેપ કરશે જ. તથ્ય હોય અને આક્ષેપ કરે તો અમે તેના સામે એક્શન લઈશું.  એક વખત ટચ સ્ટોન ફાઉન્ડેશને દૂધ પાવડર વાપર્યો હતો, જેના બદલામાં તેને રૂ. 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમે જે પણ નિર્ણયો લઈ રહ્યા છે તે ભક્તો-મંદિરના હિતમાં લઈ રહ્યા છીએ. 

'મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ ઘીનો પ્રસાદ અપાયો' 
આગઉ કલેક્ટરે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. અમારા માણસો જ્યાં પ્રસાદ બનતો હતો, ત્યાં 24 કલાક હાજર જ હતા. સેમ્પલનું રિઝલ્ટ 15 તારીખે આવ્યું હતું અને ભાદરવી પૂનમ 23 તારીખે હતી. ભાદરવી પૂનમના મેળા દરમિયાન ટોટલ બે લાખ કિલો મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાયું હતું અને એ દરમિયાન કોઈ નવી એજન્સીને બોલાવીને આટલી મોટી વ્યવસ્થા કરવી એ કઠીન હતી. સાથે જ મંદિરે માતાજીના દર્શન કરવા આવતા ભક્તોને પણ પ્રસાદનો લાભ ન મળે એવી પરિસ્થિતિ હતી. એટલે અમે પ્રસાદ બનાવવા માટે એજન્સીના માણસો વાપર્યા હતા.  

મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરાયો રદ
તેઓએ જણાવ્યું હતું કે, પ્રસાદ બનાવવા માટે માલ-સામાનથી લઈને મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જે જગ્યા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો ત્યાં 24 કલાક અમારા માણસો જ હતા. જેથી પ્રસાદની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. મોહિની કેટરર્સને પ્રસાદઘરથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તેનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરવામાં આવ્યો નથી.  મોહિની કેટરર્સ ઉપર FIR પણ કરી દેવામાં આવી છે. 

ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રોક્ટ આપવામાં આવ્યો

અંબાજીમાં યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ વિતરણ કરવામાં આવે છે. હવે મોહનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું કે,  મોહનથાળની ગુણવત્તા અને ઉપલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી હોઈ ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત અન્વયે મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારમાં આ કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવા 29 સપ્ટેમ્બરે 2023ના પત્રથી ભલામણ કરી હતી. જે બાબતે તારીખ 3 ઓક્ટોમ્બર 2023ના પત્રથી અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવા અનુમતિ મળી છે. જેને અનુલક્ષીને અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદની કામગીરી અગામી છ માસ માટે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવેલી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ