બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Torture of stray cattle on the Uttamnagar to Viratnagar road in Ahmedabad

કોની મિલીભગત? / અમદાવાદના ઉત્તમનગરથી વિરાટનગર રોડના જુઓ કેવાં હાલ? આખોય રસ્તો પશુઓથી ભરચક, ક્યાં સુધી જનતા પિસાતી રહેશે

Malay

Last Updated: 01:08 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના ઉત્તમનગરથી વિરાટનગર રોડ પર રખડતા પશુઓનો જમાવડો, લોકોને ડગલેને પગલે સતાવી રહ્યો છે અકસ્માતનો ભય.

  • રોડ પર રખડતા પશુઓનો જમાવડો
  • તંત્ર અને પશુ માલિકોની મિલીભગત
  • 80 ફૂટ રોડ પર રખડતા પશુઓનો ત્રાસ
  • તંત્રના પાપે વાહન ચાલકો હેરાન પરેશાન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાયવત જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા AMCને કડક આદેશ અપાયા હોવા છતાં પશુઓની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ભાજપના જ કાર્યકર્તાએ શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓનો વીડિયો ઉતારીને તંત્રની પોલ ખોલી છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિકો તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે. 

રસ્તા પર રખડતા પશુઓનો જમાવડો
અમદાવાદમાં રખડતા પશુઓએ રોડ પર આતંક મચાવ્યો છે, રોડ પર ઠેર-ઠેર રખડતા પશુઓના ઝુંડ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઇ ચૂક્યા છે, અનેક લોકોને પશુઓએ અડફેટે લીધા છે અને અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ પણ સ્થિતિ એવીને એવી જ છે. તંત્રની બેદરકારીથી જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

લોકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય
શહેરના ઉત્તમનગરથી વિરાટનગર રોડ પર રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. 80 ફૂટ રોડ પર પશુઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે લોકો ભયના માહોલ વચ્ચે વાહન ચલાવી રહ્યા છે. લોકોને ડગલેને પગલે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રખડતા પશુઓનો ભાજપ કાર્યકર્તાએ જ વીડિયો ઉતારી તંત્રની પોલ ખોલી છે. 

'ઢોરપાર્ટી જ પશુમાલિકને કરી દે છે સાવચેત', સ્થાનિકોનો આક્ષેપ 
જે બાદ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પૂર્વ અમદાવાદમાં પશુ માલિકોને સ્થાનિક નેતાઓ, અધિકારીઓનો ટેકો હોવાથી પશુ માલિકો માફિયાની જેમ વર્તે છે. કોર્પોરેશનને કોઈ ફરિયાદ કરે તો ઢોરપાર્ટી જ પશુમાલિકને ફોન કરીને સાવચેત કરી દે છે. કોર્પોરેશનનો ડબ્બો આવે એ પહેલા જ સેટિંગબાજી થઇ જાય છે. ત્યારે આમ જનતાને રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ મળશે કે કેમ તે જોવું રહ્યું.

સળગતા સવાલ
- રખડતાં પશુઓનો ત્રાસ ક્યાં સુધી?
- અકસ્માતને આમંત્રણ ક્યાં સુધી?
- તંત્રના પાપની સજા વાહન ચાલકો અને સ્થાનિકોને કેમ?
- પશુ માલિકો અને નેતાઓની મિલીભગતે લોકોને પરેશાની કેમ?
- ક્યાં સુધી લોકોમાં પશુઓને લઇ ભયનો માહોલ રહેશે?
- તંત્ર પશુ માલિકો સામે કડક પગલા કેમ નથી લેતી?
- અનેક લોકોએ જીવ ગુમાવ્યો છતા તંત્રની બેદરકારી કેમ?
- લોકોને રખડતા પશુથી મુક્તિ ક્યારે મળશે?
- શું પશુમાલિકો સામે કાર્યવાહી થશે કે કેમ?
- જવાબદાર અધિકારી, નેતા દંડાશે કે કેમ?
- ટ્રાફિક ડ્રાઇવ થાય છે તો રખડતા પશુઓને પકડવા ડ્રાઇવ કેમ નહીં?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ