બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Torrential rain in Kutch! The Meteorological Department has extended the forecast for two more days
Dinesh
Last Updated: 08:20 AM, 14 April 2024
રાજ્યના અમુક વિસ્તારોમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. ત્યારે કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
કચ્છમાં કમોસમી વરસાદ
કચ્છના ભચાઉ શહેરમાં બપોરથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ, ચીરઇ, ચોપડવા અને લુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે.
ADVERTISEMENT
છૂટાછવાયા વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે 2 દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં પલટો આવીને છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડશે. 13 એપ્રિલે આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
14 એપ્રિલે આ જિલ્લામાં વરસાદની આગાહી
જ્યારે 14 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં આગામી 2 દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેતા તાપમાનનો પારો ગગડશે. 2 થી 3 ડીગ્રી જેટલુ તાપમાન ઘટતાં લોકોને ગરમીથી રાહત મળશે. જ્યારે 2 દિવસ બાદ 2 થી 4 ડીગ્રી તાપમાન વધતાં લોકોને હીટવેવનો અહેસાસ થશે. હાલમાં તાપમાનનો પારો વધતાં ગરમીથી રાહત મેળવવા શક્કરટેટી અને તરબૂચનુ વેચાણ વધ્યુ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.