બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Top 10 Reasons for Early Assembly Elections in Gujarat, Learn Political Mathematics

ચૂંટણી આવે છે! / Exclusive: ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી થવાના 10 મોટા કારણો, જાણો રાજકીય ગણિત...

Vishnu

Last Updated: 06:23 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2002 બાદ પ્રથમવાર ગુજરાતમાં આવી શકે છે વહેલી ચૂંટણી, આ 10 કારણોએ આપ્યા સ્પષ્ટ સંકેત, વહેલી ચૂંટણીના રાજકીય કારણો પર કરી લો નજર

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થશે?
  • ચૂંટણીને લઇને ભાજપની સ્ટ્રેટજી શું છે?
  • 5માંથી 4 રાજ્યોમાં ભાજપનો વિજય

ગુજરાતમાં વહેલી ચૂંટણીને લઇ VTV ન્યૂઝ પર મોટા સમાચાર મળી રહ્યા છે. 2002 બાદ પ્રથમવાર ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાના પૂરેપૂરા સંકેત છે. PM મોદી અને અમિત શાહના પ્રવાસથી વહેલી ચૂંટણીને લઇ ચર્ચાએ જોર પકડ્યું છે કારણ એ જ છે 5માંથી 4 રાજ્યોમાં ભાજપને સફળતા મળતા ગુજરાતનું ગણિત બદલાઈ શકે છે. 4 રાજ્યમાં ભાજપની જીત થતાં ગુજરાત ભાજપના નેતાઓનો ઉત્સાહ પણ વધી ગયો છે. 2 દિવસ પહેલા PM મોદી અને અમિત શાહની ગુજરાતના સાંસદો સાથે બેઠક થઈ હતી. ગુજરાતના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે VTV ન્યૂઝ પાસે મહત્વના સમાચાર એ છે કે ચૂંટણીપંચે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ગયા મહિનાથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વહેલી ચૂંટણી યોજવાનું ગણિત

  • 1. PM મોદી અને અમિત શાહના ગુજરાત પ્રવાસ વધ્યા
  • 2. UP ની જીત બાદ તુરંત અમદવાદમાં 2 દિવસમાં PM મોદીના 3 રોડ શો યોજાયા
  • 3. આજે વિધાનસભામાં ધારાસભ્યોનું ફોટો સેશન
  • 4. સામાન્ય રીતે ફોટો સેશન છેલ્લા સત્રમાં થતું હોય છે. હજુ ચોમાસુ સત્ર બાકી છે તે પહેલા જ યોજાયું આજે ફોટો સેશન આ પણ મહત્વનું કારણ
  • 5. તાપી રિવર લિંક પ્રોજેકટ રદ્દ કરવો
  • 6. PM મોદીનો ફરી આદિવાસી વિસ્તારમાં પ્રવાસ
  • 7. 2 દિવસ પહેલા મોદી-શાહની ગુજરાતના સાંસદો સાથે બેઠક
  • 8. ચૂંટણી પંચે પણ ચૂંટણીને લઇ તૈયારીઓ શરુ કરી
  • 9. જિલ્લા કલેકટરો અને હોદ્દાની એ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તેમના તાબા હેઠળના ડેપ્યુટી કલેકટરો, પ્રાંત અધિકારીઓ વગેરેને વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના થતાં સ્ટાફ અને વાહનની વિગતો 4-એપ્રિલ સુધીમાં મોકલી આપવા આદેશ
  • 10. ધોરણ 10 અને 12 નું પરિણામ જલ્દી જાહેર કરવા સૂચના. શિક્ષકોને જલ્દી પરીક્ષાલક્ષી કામગીરી માંથી મુક્ત કરવા સૂચના

વહેલી ચૂંટણીના રાજકીય કારણો.

  • 1. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તો તૈયારીનો સમય ન મળે
  • 2. પંજાબ બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત પર નજર
  • 3.  ભાજપ માટે રાજકીય માહોલ સારો
  • 4. ભાજપના આંતરિક સર્વેમાં હાલ ચૂંટણી થાય તો સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બને
  • 5. કોંગ્રેસ અને AAP ને ચૂંટણીની તૈયારીઓ માટે સમય ન આપવો
  • 6. ભાજપે ગત મહિનાથી જ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી

21 અને 22 એપ્રિલે બે દિવસના પ્રવાસે આવશે PM મોદી 
ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી પહેલા PM મોદીના ફરી એક વાર ગુજરાત આવશે. અગામી 21 અને 22 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવશે. જ્યાં તેઓ  દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કામનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદ અને બનાસકાંઠામાં પ્રધાનમંત્રી રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન 11 અને 12 માર્ચના રોજ પીએમ મોદી ગુજરાત આવ્યા હતા.

ગુજરાતમાં વહેલી ચૂંટણીના પ્રબળ એંધાણ-સૂત્ર

  1. જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં યોજાઈ શકે છે ચૂંટણી-સૂત્ર
  2. ભાજપ સરકાર વહેલા વિડ્રોલ કરે તેવી શકયતા-સૂત્ર
  3. AAP પાર્ટીને સમય આપે તો ભાજપ નુકશાન ભીતિ  કારણે યોજાઈ શકે વહેલી ચૂંટણી-સૂત્ર
  4. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને સક્રિય થવાનો ન મળી શકે સમય-સૂત્ર
  5. UP સહિતના 4 રાજ્યોમાં જીત મેળવી ભાજપ ઉત્સાહ અકબંધ-સૂત્ર

વડાપ્રધાને ગુજરાત ભાજપના સાંસદો સાથે કરી બેઠક
ગત 29 માર્ચના રોજ પીએમ મોદીએ ગુજરાત ભાજપના સાંસદો સાથે પોતાના નિવાસસ્થાન (7 LKM) એ બેઠક કરી હતી. જ્યાં તેઓએ ગુજરાત ભાજપના લોકસભા અને રાજ્યસભાના સાંસદોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ સરકારની યોજના જનતા સુધી પહોંચાડવા માટેની સૂચના ગુજરાતનાં સાંસદોને આપી હતી.બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ તમામ સાંસદોને કહ્યું કે, તેઓ લોકોની વચ્ચે જાય અને સરકારની યોજનાઓથી જનતાને જાગૃત કરે. વાસ્તવમાં, 6ઠ્ઠી એપ્રિલે પાર્ટી પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. એ સિવાય 14 એપ્રિલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતિ પણ છે ત્યારે આવી સ્થિતિમાં પીએમ મોદીએ સાંસદોને લોકોની વચ્ચે જઈને જનતાને સરકારી યોજનાઓથી વાકેફ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે તૈયારીઓના આપ્યા આદેશ
ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી આવશે તેના ચોથા સંકેતની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચે તૈયારીઓ કરી શરૂ કરી દીધી છે. કલેકટરોને ચૂંટણી તૈયારી કરવા સૂચનો પણ 13 માર્ચના રોજ આપી દેવાયા છે. કર્મચારીઓનો ડેટા તૈયાર કરવા જેમ કે પોલીસ, હોમગાર્ડ, સરકારી વાહનોના ડ્રાઇવરનું લિસ્ટ ટિપટૉપ રાખવા ચૂંટણી પંચે કલેક્ટરોને સૂચન કર્યું છે. તમામ ડેટા 31 મે સુધીમાં મેળવી લેવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે.

વહેલી ચૂંટણીનો કોઈ અવકાશ નથી : યમલ વ્યાસ, ભાજપ પ્રવક્તા
ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા નકારી કાઢી છે. અને નિવેદન આપતા જણાવ્યું છે કે ચૂંટણી નિયત સમયે જ આવશે, વહેલી ચૂંટણીનો કોઈ અવકાશ નથી
ભાજપ દ્વારા આગામી 40 અઠવાડિયા કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. ભાજપ સતત કાર્યકરો અને પ્રજા વચ્ચે રહેનારો પક્ષ છે. 

વહેલી ચૂંટણી કરાવી ભાજપને શું ફાયદો?
જો વહેલી ચુંટણી પાછળ યોજાય તો  કોંગ્રેસને સમય મળે નહી અને કોગેસ સિનિયરો અને સંગઠન સૌથી મોટો પડકારસાબિત થઇ શકે છે..તેમજ ગુજરાતની જનતાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPને એક તક આપી છે તેમજ પંજાબમા સતા મેળવીને હવે ગુજરાત માટે તૈયારીઓ કરી રહ્યા છે,જેમાં આપને વધુ સમય આપએ પણ ન મળે તેવા સમીકરણ પણ જોવાઈ રહ્યા છે.પરતું હાલ તો ભાજપ તૈયારી ચાલી રહી છે, તે જોતાં  આગામી મહિનામાં ચૂંટણી અટકળો તેજ બની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Early Assembly Elections Early ELECTION REASONS Political Mathematics Vtv Exclusive gujarat ગુજરાત રાજકારણ રાજકીય સમીરકણ વહેલી ચૂંટણી વિધાનસભા ચૂંટણી 2022 Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ