ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે સાતમા નોરતે આ જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે, હવામાન વિભાગની ભુક્કા કાઢતી આગાહી

આગાહી / આજે સાતમા નોરતે આ જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે, હવામાન વિભાગની ભુક્કા કાઢતી આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 07:56 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પડેલ ભારે વરસાદને પગલે ખાનગી ગરબા સંચાલકો દ્વારા ગરબા બંધ રાખવામાં આવ્યા હતા. જેથી ખેલૈયાઓ નારાજ થયા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

નવરાત્રી પુરી થવાને હવે બે દિવસ બાકી છે. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડા સમયના વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરતા દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેને પગેલ ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરેલ પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા પાર્ટી પ્લાટમાં પાણી ભરાઈ જતા ગરબા બંધ રાખવા પડ્યા હતા. જેથી ખેલૈયાઓમાં ઉદાસીનતા વ્યાપી જવા પામી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં વરસાદની આગાહી

આજે આઠમા નોરતું છે હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ક્યાં ભારે વરસાદ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

છૂટો છવાયો વરસાદ પડી શકે છે

હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ VIDEO : બેફામ કાર ચાલકે વૃદ્ધને હવામાં ફગોળ્યા, અમદાવાદમાં ફરી જોવા મળ્યો રફતારનો કહેર

આજે અમદાવાદમાં કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગે 29 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Rain Meteorological Department rain forecast

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ