ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : બેફામ કાર ચાલકે વૃદ્ધને હવામાં ફગોળ્યા, અમદાવાદમાં ફરી જોવા મળ્યો રફતારનો કહેર

ભયાનક / VIDEO : બેફામ કાર ચાલકે વૃદ્ધને હવામાં ફગોળ્યા, અમદાવાદમાં ફરી જોવા મળ્યો રફતારનો કહેર

Published By: Vishal Khamar

Last Updated: 03:51 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કાર ચાલકે સાયકલ પર સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ADVERTISEMENT

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ સરદાર ચોક પાસે આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે દોડતી કાર ચાલકે સાયકલ પર સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. જેને કારણે તેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અકસ્માત બાદ કાર 20 ફૂટ દૂર જઈને ઊભી રહી

પ્રાથમિક માહિતી અનુસાર, કારની ગતિ એટલી વધુ હતી કે અકસ્માત બાદ કાર લગભગ ૨૦ ફૂટ દૂર જઈને અટકી હતી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

ભયનો માહોલ સર્જાયો

આ ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હોનારત બાદ રાહદારીઓ અને સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO : કારના બોનેટ પર 11 કેક કાપી, જાહેર રોડ પર ફટાકડા ફોડીને કરી જન્મદિવસની ઉજવણી

કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad accident Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ