ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : કારના બોનેટ પર 11 કેક કાપી, જાહેર રોડ પર ફટાકડા ફોડીને કરી જન્મદિવસની ઉજવણી

નહીં સુધરે / VIDEO : કારના બોનેટ પર 11 કેક કાપી, જાહેર રોડ પર ફટાકડા ફોડીને કરી જન્મદિવસની ઉજવણી

Published By: Vishal Khamar

Last Updated: 03:33 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની ધજાગરા ઉડાવતા એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ બની ગયો છે. આ વીડિયોમાં બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી અને તેના સાગરીતો જાહેર રોડ પર બેનાં નિયમોનો ભંગ કરતાં જોવા મળ્યા છે.

આ વિડીયોમાં સંજય પોતાની કારના બોનેટ પર એક નહીં પણ આખા 11 કેક ગોઠવીને કાપતો જોવા મળે છે. તે સિવાયે, સગાં-સંબંધીઓ અને મિત્રો સાથે બીયરની પાર્ટી કરતા અને ફટાકડા ફોડતા પણ નજરે પડ્યા છે. સમગ્ર ઘટના નવરાત્રિના પવિત્ર દિવસોમાં રાત્રિના સમયે બની હતી, જેમાં સાગરીતો કેક ખવડાવતાં અને સેલ્ફી લેતાં જોવા મળ્યા હતા.

વિડિયો વાયરલ થતા પોલીસ તંત્ર તત્કાલ હરકતમાં આવ્યું હતું. શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરીને સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી સહિત અન્ય પાંચ શખ્સોને ઝડપી લેવાયા છે.

ઝડપાયેલા શખ્સોની વિગતો:

  • સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી
  • સાહિલ ઉર્ફે જહુ અર્જુન માળી
  • અલ્પેશ ચીમન મકવાણા
  • પ્રકાશ મુકેશ માળી
  • યજ્ઞદેવ સિંહ
  • અશોકસિંહ જાડેજા
  • પ્રિન્સ સંગીત જાદવ

પોલીસે તમામ આરોપીઓને કડક સમજ આપી અને જાહેરમાં કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવી. સાથે જ કાયદાનું ભાન કરાવતા આગળ આવીને આવવા માટે તાકીદ પણ કરી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 52 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો, હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, જાણી ચોંકશો

પોલીસ દ્વારા અપીલ:

શહેરના રહીશો માટે વડોદરા પોલીસની કડક અપીલ છે કે, જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરવું ગંભીર ગુનો છે. કાયદાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara police Vadodara news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ