બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 52 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો, હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, જાણી ચોંકશો

કાર્યવાહી / અમદાવાદમાં 52 લાખનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો, હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, જાણી ચોંકશો

Last Updated: 03:17 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ દ્વારા યુવા ધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે ડ્રગ પેડલરો સામે લાલ આંખ કરી છે. પોલીસથી બચવા ડ્રગ પેડલરોએ હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. જેનો અમદાવાદ એસઓજી ક્રાઈમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે ડ્ગ્સ માફિયા નવી નવી મોડસ ઓપરેન્ડીથી ડ્રગ્સ ઘુસાડે છે. ત્યારે હવે ફોરેન પોસ્ટ મારફતે વિદેશમાંથી અમદાવાદમાં હાઇબ્રીડ ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું છે. એસઓજી ક્રાઈમે ઓપરેશન લીડ આઉટના ઝુંબેશ દ્રારા ડગ્સ માફિયા પર નજર રાખી રહી હતી.. આ દરમ્યાન એસઓજીની ટીમને બાતમી મળી કે વિદેશથી પોસ્ટ ઓફીસમા નશાની વસ્તુઓની હેરાફેરી થવાની છે. જેથી એસઓજીની ટીમે શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં સર્ચ કરીને આ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

વિદેશી હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો

અમદાવાદ એસઓજીએ 52.58 લાખની કિંમતનો વિદેશી હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજો છે. આ ગાંજો 6 જેટલા પાર્સલમા આવ્યો હતો. જેમા ગાંજો મોકલનાર લંડનથી પ્રકાશ પટેલનુ નામ હતુ..અને રીસીવ કરનાર સુરતના રમેશ પટેલનુ નામ લખ્યુ હતુ.. પરંતુ આ નામો ખોટા હોવાનુ એસઓજીની તપાસમા સામે આવ્યુ છે.

બી.સી.સોલંકી (ACP, એસઓજી)

ડ્રગ્સ માફિયા દ્રારા યુવાપેઢીને ટાગ્રેટ કરતા

વિદેશમાંથી અમદાવાદમાં પોસ્ટ મારફતે ગાંજોના કાળા કારોબારની તપાસમા સામે આવ્યુ છે કે ડ્રગ્સ માફિયા ડાર્ક વેબ અને વોચ્યુઅલ નંબરથી નશાના સામાની આપ-લે કરતા હોય છે. અગાઉ પણ હાઇબ્રીડ ગાંજો રમકડા, મહિલાના વસ્ત્રો અને ચોકલેટ, લંચ બોકસ, વિટામીન કેન્ડી, હેન્ડ ફોન, ટેડીબીયરમા મળી આવ્યા હતા.આ ડ્રગ્સ માફિયા દ્રારા યુવાપેઢીને ટાગ્રેટ કરવા વિદેશથી ડ્રગ્સને મંગાવવામા આવતુ હોવાનુ ખુલ્યુ છે. જેથી એસઓજીએ અગાઉ પકડાયેલા ડ્રગ્સ પેડલરના નેટવર્કને લઈને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ VIDEO : ગીરા ધોધનો ધોધનો નયનરમ્ય નજારો, જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે!

વિદેશી ડ્રગ્સ માફિયા પોસ્ટ મારફતે કેનેડા, યુએસએ અને થાઈલેન્ડથી પાર્સલમા નશાનો સામન મોકલી રહયા છે. અને કુરિયર પર આપવામા આવતા નામ-સરનામા ખોટા હોય છે.. ડ્રગ્સ ખરીદનાર ક્રિપટો કરન્સી દ્વારા પેમેન્ટ કરીને ઓનલાઈન ડ્રગ્સ મગાવતા હતા. જેથી એસઓજીએ ક્રિપટો કરન્સીના ડેટા મેળવીને ડ્રગ્સ ખરીદનારની તપાસ શરૂ કરી છે.. એટલું જ નહીં ખોટા એડ્રેશ પર ડ્રગ્સ કેવી રીતે પહોંચતું હતું. અને કુરિયર કંપનીના કર્મચારીઓ કે કોઈ અન્ય વ્યક્તિ ની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad SOG Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ