બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / today petrol and diesel became expensive again

મોંઘવારી / આ ભાવ વધારો ક્યાં જઈને અટકશે, આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ

Kiran

Last Updated: 01:02 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ફરી ઈંધણના ભાવમાં વધારો, અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો તો ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો કરાયો છે પેટ્રોલ પહોંચ્યું 100ને પાર

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો યથાવત
  • અમદાવાદમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
  • પેટ્રોલ 29 પૈસા, ડીઝલ 38 પૈસા મોંઘુ

આજે અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શહેરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે તો ડીઝલના ભાવ પણ 100 રુપિયાની પાસ પહોંચી ગયા છે. ત્યારે આજે ફરી ઈંધણના ભાવમાં વધારો ઝીંકાયો છે. શહેરમાં આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો તો ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો કરાયો છે. આ જોતા પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. પેટ્રોલના ભાવમાં 29 પૈસનો વધારો થતા આજે પેટ્રોલ 100.33 પૈસા પ્રતિલિટર મોંઘુ બન્યું છે, તો ડીઝલ પણ99.28 રૂપિયા પ્રતિલિટર મોંઘું બન્યું છે. 



 

ક્યાં જઈને અટકશે પેટ્રોલ ડીઝલના ભાવ 

નવરાત્રિની શરૂઆત થઈ છે અને હવે તહેવારોની સિઝન પણ આવી રહ્યી છે, બીજી તરફો કોરોના બાદ સામાન્ય પ્રજા માંડ મંદીમાંથી બહાર આવી રહી છે ત્યારે વધતા ઈંધણના ભાવોએ ફરી સામાન્ય માણસની ચિંતા વધારી છે. ઈંધના ભાવ વધતા તેની સીધી અસર સામાન્ય માનવી પર જોવા મળે છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગેને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં વધાતા ક્રૂડ ઓઈલના ભાવને લઈને દિવસે દિવસે પેટ્રોલ મોંઘુ બની રહ્યું છે, અમદાવાદ, વડોદરા,ભાવનગરમાં પેટ્રોલ ડીઝલ 100ને પાર પહોંચી ગયું છે. ઈંધણના ભાવ વધારા બાદ હવે ઘરેલું ગેસ, સીએનજી, પીએનજીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 

રાજ્યના મોટા શહેરમાં ફરી ભાવ વધારો 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા ભાવની અસરને પગલે રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ગઈ કાલે જ રાજકોટમાં પેટ્રોલના ભાવ 99.96 રૂ પ્રતિ લીટર તો ડીઝલનો ભાવ 99.14 રૂ પ્રતિ લીટરન હતો ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 ને પાર પહોંચી ગયો છે, ભાવનગરમાં હાલ પેટ્રોલનો 101.73 રૂપિયા પ્રતિ લીટર  છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 100.58 પહોંચી ગયો છે, સુરતમાં પેટ્રોલના ભાવ 99.97 રૂ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 98.85 રૂ પ્રતિ લીટર, તો જામનગરમાં પેટ્રોલનો ભાવ 99.97 અને ડીઝલનો ભાવ 98.84 રૂપિયા પર પહોંચ્યો છે, સાથે વડોદરામાં પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ 100ને પાર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ  98.93 થયો છે.

જાણો આજે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ 

દેશના અન્ય રાજ્યોમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 2.25 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા મોંઘું થયું છે, દેશમાં આજે પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરાયો જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ 103.54 રૂપિયા છે તો  ડીઝલનો ભાવ 92.12 રૂપિયાએ પહોંચ્યો છે. આ તરફ કોલકાતામાં પેટ્રોલ 104.23  અને ડીઝલ 94.23 રૂપિયા છે જ્યારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 109.54 રૂપિયા  અને ડીઝલ 99.22 રૂપિયા પહોંચ્યો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત વધી રહી છે તે બાદ બ્રેંટ ક્રૂડનો ભાવ 82 ડોલર પ્રતિ બેરલ થતા ઈંધણને પણ અસર પડી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad expensive fuel petrol diesel price પેટ્રોલ ડીઝલ મોંઘુ ભાવ વધારો મોંઘુ ઈંધણ petrol diesel price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ