બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર, એકધારા 5 દિવસના વધારા બાદ ભાવમાં મોટો ઘટાડો

રાહત / સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર, એકધારા 5 દિવસના વધારા બાદ ભાવમાં મોટો ઘટાડો

Hiralal Parmar

Last Updated: 10:33 AM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનામાં 5 દિવસ બાદ ખુશખબર આવી છે, શનિવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે આનાથી ખરીદી કરવા માગતા લોકોને રાહત થશે.

તહેવારો પહેલાં સારા સમાચાર છે. સોનાને હવે કળ વળી છે. એકધારા 5 દિવસના વધારા બાદ આખરે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. શનિવારે બુલિયન બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી સહિતના બીજા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,23,850 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

અમદાવાદમાં સોનાના કેટલા ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ ₹113,440 અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹123,750 છે.

10 ઓક્ટોબરે કેટલો ઘટાડો?

તહેવારોની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ખરીદદારો માટે મોટી ખુશખબરી: MCX પર સોનાના ભાવમાં 2600 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવ પણ 4000 રૂપિયાથી વધુ ઘટ્યા, જે રોકાણ અને જ્વેલરી ખરીદી માટે આકર્ષક તક આપે છે. 8 ઓક્ટોબરે MCX પર સોનાનો ભાવ (5 ડિસેમ્બર માટે) રેકોર્ડ 1,23,677 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું, જે બજારમાં એક નવો માઇલસ્ટોન સર્જ્યો. પરંતુ આજે સવારે તે 1,20,023 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયું, જેમાં બે દિવસમાં 2600 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો.

ચાંદીના ભાવમાં પણ વધારો

સોનાથી વિપરીત, ચાંદીના ભાવમાં વધારો થયો છે. 11 ઓક્ટોબરના રોજ ચાંદીના છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ 1,74,100 થયો છે.

વધુ વાંચો : 1,22,000થી નીચે ઉતરીને સીધું 77,700 રુપિયા સુધી સસ્તું થશે સોનું! એક્સપર્ટે આપ્યાં રાહતના સમાચાર

ભાવ ઘટાડાની મોટી ભવિષ્યવાણી

હાલમાં સોનાનો ભાવ 1.22 લાખથી વધુ છે પરંતુ આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આગામી સમયમાં સોના રાહત મળી શકે તેમ છે કે નહીં? સોનામાં રાહતને લઈને એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price Today gold price drop gold price drop
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ