બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today 6 cases of death due to Chinese cord in the state

તહેવારમાં માતમ / ભરૂચમાં એક્ટિવાની આગળ ઉભેલા બાળકનું પતંગની દોરીનો ખચકારો વાગતા કપાયું ગળુ, આજે કુલ 6 લોકોની જીવન દોર કપાઈ

Dinesh

Last Updated: 08:44 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણના પવિત્ર પર્વ પર અનેક શહેરોમાં ચાઈનીઝ દોરીને કારણે કરૂણાંતિકા સર્જાઈ; ભરૂચમાં બાળકના ગળામા દોરી આવી જતા મોત, રાજ્યમાં ચાઈનીઝ દોરીથી મોતના 6 બનાવો

  • આજે રાજ્યમાં ચાઈનીઝ દોરીથી મોતના 6 બનાવ
  • ગઈકાલે દોરીના કારણે મોતની ચાર ઘટના સામે આવી હતી
  • ભરૂચમાં બાળકના ગળામા દોરી આવી જતા મોત

રાજ્યમાં ઉત્તરાયણના પવિત્ર પર્વના દિવસે અનેક શહેરોમાં ચાઈનીઝ દોરીને કારણે કરૂણાંતિકા સર્જાઈ છે. ઉત્સવ અને ઉમંગના તહેવાર ઉત્તરાયણમાં કાતિલ દોરીને પગલે રાજ્યના અનેક શહેરોમાં ઉત્તરાયણ લોહીયાળ બની છે. ભરૂચ, સુરત, અમદાવાદ, ગાંધીધામ અને ભાવનગરમાં આજે દોરીના કારણે મોતની ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાજ્યમાં દોરી વાગવાથી ત્રણના મોત થયાની ઘટના સામે આવી હતી.

ભરૂચમાં બાળકના ગળામા દોરી આવી જતા મોત
ભરૂચમાં બાળકના ગળામા દોરી ફસાઈ જતા બાળકનું મોત થયું છે. ભરૂચના વાગરા તાલુકાની મોસમ ચોકડી પાસેનો બનાવ સામે આવ્યો છે જ્યાં એક્ટિવાના આગળ ઉભાલા બાળકના ગળામાં દોરી વાગતા મોત થયું છે. પતંગની દોરી આવી જતા બાળકનુ ગળુ કપાયું છે.

સુરતમાં દોરીના કારણે બેના મોત
સુરતમાં પતંગની દોરી વધુ એક વખત કાતિલ બની હતી. જેમાં કામરેજમાં પતંગની દોરીના કારણે યુવકને ગંભીર ઇજા થવા પામી હતી. યુવાન બાઈક પર ફરવા નીકળ્યો હતો. આ વેળાએ યુવકના ગળામાં દોરી ફસાતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી અને યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આથી કામરેજ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં કામરેજમાં દોરીના કારણે 2 લોકોના મોત નિપજયા હોવાનું સામે આવતા ચકચાર મચી છે.

ચાઈનીઝ દોરીભી મૃત્યું પામનારઓની તસવીર

ગાંધીનગરમાં ચાઈનીઝ દોરીએ યુવાનનો ભોગ લીધો
ગાંધીનગરમાં ચાઈનીઝ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે. કલોલ અંબિકા બ્રિજ ઉપર એક 30 વર્ષીય યુવકનું દોરી વાગવાથી મોત થયું છે. સરકારની સતત અપીલ છતા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે જેના પગલે રાજ્યમાં દોરીના વાગવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ઉત્તરાયણના આનંદ વચ્ચે મોતની ચીચીયારીઓ સાંભળવા મળતા પરિજનોમાં અરેરાટી મચી જવા પામી છે

ગાંધીધામમાં ધારદાર દોરીએ લીધો યુવાનનો ભોગ
આજે કચ્છના ગાંધીધામમાં દોરી ગળામાં આવી જતાં યુવકનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી હતી. ઉત્તરાયણના આનંદ વચ્ચે મોતની ચીચીયારીઓ સાંભળવા મળતા પરિજનોમાં અરેરાટી મચી જવા પામી છે.જેને લઈને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ રસ્તામાંઆ યુવાનને કાળ આંબી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.

ગાંધીધામમાં ધારદાર દોરીનો ભોગ બનનાર યુવાન

ભાવનગરમાં અઢી વર્ષની બાળકીનું મોત
ભાવનગરમાં શહેરના લાલટાંકી વિસ્તારમાંથી એક પરિવાર બાઇક લઈ જઈ રહ્યો હતો. આ વેળાએ બાઇક પર આગળ બેઠેલ બાળકીના ગળામાં પતંગની જીવલેણ દોરી અટકાઈ ગઈ હતી. જેને લઈને બાળકીને ગંભીર ઇજા થવા પામી હતી આથી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી આથી પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો હતો.

ગઈકાલે દોરીના કારણે મોતની ચાર ઘટના સામે આવી હતી
ઉલ્લેખનીય છે કે ઉતરાયણના દિવસે રાજ્યમાં પતંગની દોરાના કારણે 4 લોકોના મૃત્યુ નિપજયાની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટમાં 7 વર્ષીય બાળકનુ ધારદાર દોરીના પગલે મોત થયુ હતું તો મહેસાણામાં પણ 4 વર્ષીય દીકરીનું મૃત્યુ થયુ હતું એ જ રીતે વડોદરા અને સુરતમાં પણ એક-એક યુવકનો કાતિલ દોરીએ ભોગ લીધો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ