બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tired of blackmailing the youth of Junagadh committed suicide

ચોંકાવનારો બનાવ / સોશ્યલ મીડિયામાં યુવતીએ ફસાવ્યો, ન્યૂડ વીડિયો બનાવી કર્યો બ્લેકમેલ; 48 હજાર આપ્યા બાદ પણ ત્રાસ અપાતાં જૂનાગઢના યુવકે મોત વ્હાલું કર્યું

Malay

Last Updated: 12:38 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર યુવતીએ જૂનાગઢના યુવકની સાથે મીઠી મીઠી વાતો કરી તેને મોહજાળમાં ફસાવ્યો અને વીડિયો ઉતારી કર્યો બ્લેક મેલ. ફોન કરીને વારંવાર ધમકી આપી પૈસાની માંગ કરાતા યુવકે કરી લીધો આપઘાત.

 

  • જૂનાગઢના દડવા ગામમાં યુવકનો આપઘાત
  • અમિત રાઠોડ નામના યુવકનો આપઘાત
  • અજાણી યુવતીએ બનાવ્યો હતો બીભત્સ વીડિયો

ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરતી ટોળકીના ચક્કરમાં ફસાયેલા જૂનાગઢના દળવા ગામના યુવકે મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠગ ટોળકીએ જે રીતે યુવકને ફસાવ્યો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. હાલ પોલીસે અજાણ્યા 5 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

યુવતીએ યુવકને વીડિયો કોલ કરી બનાવી લીધો બીભત્સ વીડિયો
સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.  આ મામલે વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના દડવા ગામના અમિત રાઠોડ નામના યુવકનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવતીએ વીડિયોકોલ કરી અમિતને પોતાની વાતોમાં ફસાવ્યો હતો. વીડિયો કોલ કરીને યુવતીએ અમિતનો બીભત્સ વીડિયો બનાવી લીધો હતો. 

વીડિયો વાયરલ કરવાનું કહી યુવક પાસેથી પડાવાયા પૈસા 
જે બાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપવાની શરૂ કરી હતી. અમિતના ફોન પર વારંવાર ફોન અને મેસેજ કરીને ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવતી હતી. જેથી યુવકે યુવતીએ કટકે-કટકે 48 હજાર 500 રૂપિયા આપ્યા હતા. 48 હજારથી વધુ રૂપિયા આપવા છતા યુવતીએ વધુ રૂપિયાની માંગ કરી હતી. 

મૃતક અમિત રાઠોડ

હજુ પણ પૈસાની માંગણી થતા યુવકે આત્મહત્યા કરી
જે બાદ અમિતના નંબર પર અલગ અલગ યુવકોના ફોન ચાલું થઈ ગયા હતા. આ ટોળકીએ અમિત સામે દિલ્હીમાં ફરિયાદ નોંધાવી હોવાનું પણ જણાવ્યું હતું સાથે જ યુવતીએ અમિતના વોટ્સએપ પર એફઆઈઆરની બોગસ કોપની પણ મોકલી હતી. આ ઠગ ટોળકી દ્વારા વાંરવાર રૂપિયાની માંગ કરવામાં આવી રહી હતી. જેથી કંટળીને અમિતે આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ