બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Tips to Improve Kids Memory Power

લાઈફસ્ટાઈલ / તમારા બાળકોની યાદશક્તિ વધારવી છે, તો લાઈફસ્ટાઈલમાં જરૂરથી કરો આ 7 ફેરફાર

Arohi

Last Updated: 02:42 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kids Memory Power: બાળકોની મેમોરી પાવર વધારવા માટે પેરેન્ટ્સ ઘણા પ્રકારની રીત અપનાવે છે. બાળકોને સફળ બનાવવા માટે સૌથી મોટુ યોગદાન તેમના લાઈફસ્ટાઈલનું હોય છે. બાળકોની મેમરી શાર્પ કરવા માટે તેમની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા જરૂરી છે.

બાળકોની મેમરી પાવર વધારવા માટે પેરેન્ટ્સ ઘણી રીત અપનાવે છે. આ પેરેન્ટ્સ એવું જ ઈચ્છે છે કે તેમના બાળક લાઈફમાં સક્સેસફૂલ બને અને તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમને સફળ બનાવવા માટે પેરેન્ટ્સ ઘણા પ્રકારના પ્રયત્નો કરે છે. પરંતુ ઘણી વખત તે ભૂલી જાય છે કે બાળકોને સફળ બનાવવા માટે તેમની લાઈફસ્ટાઈલમાં અમુક ફેરફાર કરવા જરૂરી છે. 

બાળકનો મેમરી પાવર વધારવા માટે લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર
રેગ્યુલર એક્સરસાઈઝ કરો

રોજ એક્સરસાઈઝ કરવાથી બાળકની ફિઝિકલ હેલ્થ સારી બને છે સાથે જ તેનાથી બાળકોની મેન્ટલ હેલ્થ પણ સારી રહે છે. દરેક પેરેન્ટ્સને પોતાના બાળકોને ટાઈમટેલબમાં 30 મિનિટ સુધી એક્સરસાઈઝને જરૂર શામેલ કરવી જોઈએ. 

હેલ્ધી ડાયેટ છે જરૂરી 
સારી અને હેલ્ધી ડાયેટ બાળકોને ઓવરઓલ હેલ્થ માટે જરૂરી છે. તમે બાળકો માટે એક બેલેન્સ ડાયેટ તૈયાર કરો જેમાં ડ્રાય ફ્રૂટ્સ, નટ્સ, શેકેલા ચણા શામેલ કરો. 

પુરતી ઊંઘ
નાના બાળકોને પુરતી ઊંઘ લેવી જરૂર છે. જો તેમની ઊંઘ પુરી ન થાય તો તેનાથી તેમની યાદશક્તિ પણ કમજોર થઈ શકે છે.

એક્ટિવ લર્નિંગની આદત પાડો 
બાળકોની સ્કિલ ડેવલોપ કરવા માટે તમે તેમને એક્ટિવ લર્નિંગ શિખવાડો. તેમના બ્રેનને એક્ટિવ કરવા માટે તમે પઝલ, રમત અને બુક્સ આપી શકો છો. 

ટાઈમટેબલ બનાવો 
બાળકોને સમયથી સુવા અને ઉઠવાની આદત પાડાવો, તેના માટે તમે ટાઈમટેબલ બનાવો અને તેના દ્વારા તેમની આખી દિનચર્યા નક્કી કરો. 

પેરેન્ટ્સનો સપોર્ટ છે જરૂરી
બાળકોને દરેક વખતે પેરેન્ટ્સના સપોર્ટની જરૂર પડે છે. દરેક સ્થિતિમાં તમારા બાળકને એકલા ન મુકો. સૌથી જરૂરી છે કે તમે પોતાના બાળકને મિત્ર બનાવવાનો પ્રયત્ન કરો. વાત વાત પર તેમના પર ગુસ્સો કરવાની જગ્યા પર તેમની વાત સાંભળો અને તે હિસાબથી નિર્ણય લો.

વધુ વાંચો: સ્ટ્રેસ અને ડિપ્રેશનથી મળશે છૂટકારો, ટેન્શન મુક્ત જીવન જીવવા અપનાવો આ 8 ટિપ્સ

બાળકોની સાથે સમય પસાર કરો 
અભ્યાસ અને સીરિયસ વાત શિખવાડવા ઉપરાંત બાળકની સાથે હસીને વાત કરો. તેનાથી તમારૂ બાળક તમારાથી દૂર નહીં જાય તમારૂ સ્ટ્રેસ પણ ઓછુ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health News Kids Memory Power સ્વાસ્થ્ય હેલ્થ ન્યૂઝ Kids Memory Power
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ