બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નર્મદા નદીની ભેખડ ઘસી પડતાં ત્રણ શ્રમજીવીનાં મોત, રાષ્ટ્રીય એકતા દિવસની ચાલતી હતી તૈયારી

ભયાનક / નર્મદા નદીની ભેખડ ઘસી પડતાં ત્રણ શ્રમજીવીનાં મોત, રાષ્ટ્રીય એકતા દિવસની ચાલતી હતી તૈયારી

Published By: Krutarth Joshi

Last Updated: 11:12 PM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 31 મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતીની નિમિત્તે અનેક હસ્તીઓ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે પહોંચવાના છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ચાલી રહેલા અનેક વિકાસ કાર્યોને તંત્ર હવે દિવસરાત કરીને એક કરીને પુર્ણ કરવા મથી રહ્યું છે.

Narmada River : નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા આધુનિકરણના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. ઘાટનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમજીવીઓ દટાયા હતા. ભેખડ ધસવાનાં કારણે દટાનારા ત્રણેય શ્રમજીવી સ્થાનિક જ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં એકટેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાયા જેમનાં મૃતદેહો બહાર કાઢીને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

તડામાર તૈયારીઓ ચાલી રહી છે

ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર એકતા દિવસ આવી રહ્યો હોવાનાં કારણે અહીં તડામાર તૈયારી ચાલી રહી છે. 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે સમગ્ર દેશમાં વિકાસ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ઘાટના નિર્માણ અથવા નવીનીકરણ દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન થઇ રહ્યુ છે કારણ કે તે અંગે તપાસ શરૂ કરી દેવાઇ છે. આ ગમખ્વાર ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વધુ વાંચો: મોટા સમાચાર : પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કર્યો, બોલીવૂડ એક્ટર કેમ આવ્યો નિશાન પર?
સરદાર જયંતીની ઉજવણીની તડામાર તૈયારી

આગામી 31 મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતીની નિમિત્તે અનેક હસ્તીઓ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે પહોંચવાના છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ચાલી રહેલા અનેક વિકાસ કાર્યોને તંત્ર હવે દિવસરાત કરીને એક કરીને પુર્ણ કરવા મથી રહ્યું છે. જેના કારણે ઘડીયાળનાં કાંટે કામ કરતા અધિકારીઓ પણ સતત કામ કરી રહ્યા છે.

ભેખડ ધસી પડતા સ્થાનિક શ્રમજીવીઓનાં મોત

નર્મદા ઘાટના નવીનીકરણની કામગીરી પણ હાલમાં જોરશોરથી ચાલી રહી છે. નર્મદા ઘટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક ભેખડ ઘસી પડતા ત્રણ શ્રમીકો દટાયા હતા. ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમ દ્વારા રેસક્યું કામગીરી ચાલી રહી છે. લગભગ 2 કલાકના રેસ્ક્યુ બાદ રેસ્ક્યુ ટીમોએ ત્રણેવ સ્થાનિક શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.બીજી તરફ ઘટનાસ્થળે અકતેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા. આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

મૃતકોની વિગત

રોહિત રણછોડ તડવી - ઉંમર 45

દીપક ભાણા તડવી - ઉંમર 40

શૈલેષ કનુ તડવી - ઉંમર 37

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accident Collapse Garudeshwar Narmada Ghat

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ