બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Threat of fourth wave of Corona in India, Central Government in action, gives big orders

BIG BREAKING / ચોથી લહેરના ભણકારા : દુનિયામાં કોરોનાના કેસ વધતા ભારત સરકાર એક્શનમાં, આપ્યા મોટા આદેશ

Hiralal

Last Updated: 08:49 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે કોરોનાની ચોથી લહેરનો ખતરો મંડરાતા કેન્દ્ર સરકાર વેળાસર એક્શનમાં આવી છે.

  • ભારતમાં ચોથી લહેરનો ખતરો વધ્યો
  • કેન્દ્ર સરકાર વેળાસર ચેતી
  • સ્વાસ્થ્ય મંત્રાલયે મોટી બેઠક કરી
  • રાજ્યોને આપ્યા વિશેષ આદેશ

ફરી એક એકવાર દેશમાં કોરોનાને લઈને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. દક્ષિણપૂર્વ એશિયાના ઘણા ભાગોમાં, કોવિડ -19 ના કેસોમાં ઝડપથી વધારો થયો છે. કોરોનાના વધતા જતા ખતરા અને દેશમાં ચોથી લહેરની સંભાવના વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટી બેઠક બોલાવી છે. આરોગ્ય મંત્રી  મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં  નીતિ આયોગના ડોક્ટર વીકે પૌલ, એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, હેલ્થ સેક્રેટરી હાજર રહ્યાં હતા. માંડવિયાએ તમામ અધિકારીઓને એલર્ટ રહીને આક્રમક ધોરણે જિનોમ સિકવન્સિંગ તથા દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. માંડવિયાએ બેઠકમાં હાજર અધિકારીઓને એરપોર્ટ અને બંદરો પર કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે જેથી કરીને વિદેશમાંથી આવતા કોઈ વ્યક્તિમાં ડેલ્ટાક્રોન કે કોરોનાના બીજા કોઈ વેરિયન્ટની વેળાસર જાણકારી મળી શકે.

દોઢ કલાક ચાલેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસોને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આ બેઠક બોલાવી હતી. ચીનમાં કોરોનાના કેસ ફરી એકવાર પોતાની ચરમ સીમા પર છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક દોઢ કલાક સુધી ચાલી હતી. કોરોનાને લઈને વધુ સાવચેત રહેવાની જરૂર છે તે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે વધુને વધુ જીનોમિક સિક્વન્સિંગ પર ભાર મૂકવામાં આવશે. સાથે જ કોરોના ટેસ્ટને ગંભીરતાથી લેવાની સૂચના આપવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને વધુમાં વધુ પરીક્ષણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

એરપોર્ટ અને બંદરો પર ટેસ્ટિંગ અને સર્વેલન્સ વધારો-માંડવિયા
અધિકારીઓ સાથેની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પોઇન્ટ એટલે કે એરપોર્ટ અને બંદરો પર ટેસ્ટિંગ અને સર્વેલન્સ વધારવા પર ભાર મૂક્યો હતો.આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતોની જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવી છે જેથી એ જાણી શકાય કે દેશમાં નવા વેરિએન્ટ એટલે કે ડેલ્ટાકોનની ઉત્પત્તિ થઈ છે કે નહીં.
સ્વાસ્થ્ય મંત્રીએ શું આદેશ આપ્યા અધિકારીઓ

  • કોરોના ટેસ્ટિંગમાં ઝડપ વધારો
  • જિનોમ સિકવન્સિંગ વધારો
  • કોરોના ટ્રેકિંગ કરો
  • એલર્ટ રહીને રાજ્યોને વાકેફ કરો

ચીનના ઘણા શહેરોમાં લોકડાઉન લાદવામાં આવ્યું
ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણના મોટાભાગના કેસ 'સ્ટીલ્થ'ના છે, જે ઓમિક્રોન વેરિયન્ટના સબ-વેરિઅન્ટ છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે ચીને ઘણા શહેરોમાં લોકડાઉન લગાવી દીધું છે. લોકડાઉનની અસર ચીનની 3 કરોડથી વધુ વસ્તી પર જોવા મળી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કોરોનાની ચોથી લહેરને લઈને ચેતવણી આપી છે.

દુનિયામાં કોરોના કેસ વધતા ભારતમાં ચોથી લહેરની આશંકા

હાલમાં ચીન,દક્ષિણ કોરિયા,અમેરિકા અને યુરોપના ઘણા બધા દેશોમાં કોરોનાના કેસ વધવા લાગતા ભારતમાં ચોથી લહેરની આશંકા પેદા થઈ છે આથી કેન્દ્ર સરકારે વેળાસર પગલું ભર્યું છે. ચીનના તો અનેક શહેરોમાં લોકડાઉનની નોબત આવી છે. ભારતમાં હાલમાં સ્થિતિ કાબૂમાં છે પરંતુ વૈશ્વિક કોરોનાની અસર ભારતમાં ગંભીર રીતે પડતી હોય છે તેથી ત્વરિત કાર્યવાહીની જરુર છે.

ડબ્લ્યુએચઓએ બીએ-2 વેરિઅન્ટની ચેતવણી આપી 
આ તમામ વેરિયન્ટને બીએ-2 નામ પણ આપવામાં આવ્યું છે. ડબ્લ્યુએચઓની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આ પેટા-પ્રકારો મૂળ વેરિઅન્ટથી અલગ છે. જે તેને હળવાશથી લેવામાં ભૂલ સાબિત થઈ શકે છે. આ ચિંતાજનક પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે તેને શોધવામાં મુશ્કેલીઓ આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે, આ બીએ-2 વેરિયન્ટ કોવિડના ઓરિજિનલ વેરિએન્ટ કરતા વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona pandemic Mansukh Mandaviya corona india india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા મનસુખ માંડવિયા Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ