બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:33 PM, 27 November 2025
ADVERTISEMENT
શેરબજારમાંથી દરેક વ્યક્તિ પૈસા કમાઈ નથી શકતા પણ અમુક લોકો તેમાંથી અમીર પણ બન્યા છે. જો તમે 25-27 વર્ષ પહેલાં અમુક શેરોમાં માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે લગભગ 19 કરોડ રૂપિયા થઈ ગયા હોત. ચાલો તમને જણાવીએ કે, કયા શેરે 10,000ને 19 કરોડ રૂપિયામાં ફેરવ્યા છે.
આ અંગે ગ્લોબલ બ્રોકરેજ હાઉસ CLSA એ 28 વર્ષ પહેલાના એટલે કે, 1998 ના આધારે એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં ભારતીય કંપનીઓની યાદી બહાર પાડી છે જે કરોડપતિ બનાવનાર સ્ટોક સાબિત થયા છે. આ 10 કંપનીઓમાં લગભગ માત્ર 10,000 રૂપિયાનું રોકાણ 28 વર્ષમાં વધીને 1.35 કરોડથી 19.17 કરોડ રૂપિયા થયું છે.
ADVERTISEMENT
આ લિસ્ટ ઉપરથી જાણવા મળે છે કે, જો તમે યોગ્ય સ્ટોકની પસંદગી કરી હોય અને તેમાં લાંબા સમય સુધી રોકાણ રાખ્યું હોત તો તમે આજે કરોડપતિ બની ગયા હોત. પણ અમુક વાર ટૂંકા ગાળાનું રોકણ કરવામાં આવે તો નુકશાન પણ થઇ શકે છે.
ADVERTISEMENT

જેમાં બીજા સ્થાને Havells India છે. જેને 10,000 ને 6.59 કરોડ રૂપિયામાં કન્વર્ટ કર્યા છે. તો Eicher Motors ત્રીજા સ્થાને છે જેને 10,000 ને 4.81 કરોડ રૂપિયામાં કન્વર્ટ કર્યા છે.
ADVERTISEMENT
આ લિસ્ટમાં Bajaj Finance અને Kotak Mahindra Bank ટોચની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓ પણ સામેલ છે. જેમાં બજાજ ફાઇનાન્સે 4101 ગણું વળતર આપ્યું છે તો કોટક મહિન્દ્રાએ તેના વેલ્યુ કરતાં 2373 ગણું વળતર આપ્યું છે. જેમાં બીજા નામોમાં Samvardhana Motherson International, Bharat Electronics (BEL), Titan Company, Shree Cement અને Manappuram Finance પણ સામેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.