બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:25 PM, 26 November 2025
બોનસ શેર ઇચ્છતા રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. કેમ કે, થાયરોકેર ટેક્નોલોજીસ લિમિટેડ રોકાણકારોને બોનસ શેર ઓફર કરી રહી છે. આ મલ્ટી-બેગર સ્ટોક આ અઠવાડિયે એક્સ-બોનસ ટ્રેડ કરશે. આ કંપનીએ એક્સચેન્જ સાથેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, દરેક શેર માટે બે બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ 28 નવેમ્બર 2025 રેકોર્ડ તારીખ નક્કી કરી છે. મતલબ કે, રોકાણકારોનું નામ કંપનીના રેકોર્ડમાં રહેશે તેમને બોનસ શેર મળશે.
ADVERTISEMENT
થાયરોકેર ટેક્નોલોજીસે આ વર્ષે બે વાર ડિવિડન્ડ ચૂકવ્યું હતું. આ કંપનીએ પહેલી વાર 25 જુલાઈના રોજ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું, જેમાં રોકાણકારોને પ્રતિ શેર 21 રૂપિયાનું ડિવિડન્ડ ઓફર કરવામાં આવ્યું હતું. બીજી વખત કંપનીએ 7 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. છેલ્લી વખત કંપનીએ 24 ઓક્ટોબરના રોજ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું.

ADVERTISEMENT
આ કંપનીના શેરના ભાવ છેલ્લા મહિનામાં 18 ટકા વધ્યા છે. આ દરમિયાન થાયરોકેર ટેક્નોલોજીસના શેરના ભાવ 6 મહિનામાં 47 ટકા વધ્યા છે. આજે કંપનીના શેરમાં લગભગ બે ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનો શેર 1521 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
ADVERTISEMENT
કંપનીનો 52-અઠવાડિયાનો હાઈ રેટ 1613.90 રૂપિયા રહ્યો તો 52-અઠવાડિયાનો લો રેટ 658 રૂપિયા રહ્યો. આ કંપનીનું માર્કેટ કેપ 7,952.78 કરોડ રૂપિયા છે. થાયરોકેર ટેક્નોલોજીસના શેરના ભાવમાં 2 વર્ષમાં 163 ટકાનો વધારો થયો છે. તો 3 વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોકે 143 ટકાનું વળતર આપ્યું છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.