બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાતી કંપનીએ રોકાણકારોને માલામાલ બનાવ્યા, પાંચ વર્ષમાં 5400 ટકા રિટર્ન

બિઝનેસ / ગુજરાતી કંપનીએ રોકાણકારોને માલામાલ બનાવ્યા, પાંચ વર્ષમાં 5400 ટકા રિટર્ન

Nirav Kumar

Last Updated: 10:18 PM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કંપનીને ગુજરાતમાં મોટું કામ મળતા તેના શેરમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. મંગળવારે તેના શેરનો ભાવ 8.75 ટકા વધીને BSE પર 312.80 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

નવો વર્ક ઓર્ડર મળ્યા બાદ મંગળવારે મલ્ટી-બેગર સ્ટોક ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર (ઇન્ડિયા) લિમિટેડના શેરમાં 9 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ કંપનીના શેરના ભાવ ગુજરાત તરફથી મળેલા 390 કરોડ રૂપિયાનાં કારણે વધ્યા છે. આજે BSE પર ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સના શેર 290 રૂપિયા ઇન્ટ્રાડેના હાઈ લેવલે ખુલ્યા હતા. ત્યારબાદ કંપનીના શેરનો ભાવ 8.75 ટકા વધીને BSE પર 312.80 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

એક્સચેન્જને આપેલી જાણકારી મુજબ ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ તરફથી 389.97 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ મળ્યો છે. આ કોન્ટ્રાકટ હેઠળ કંપનીને 53 ટ્રાન્સફોર્મર્સ માટે ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર બુક સાથ કંપનીએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન પાસેથી 493.42 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે.

vtv app promotion
  • કંપનીની આર્થિક સ્થિતિ કેવી?

ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સે એક્સચેન્જને જાણ કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર ક્વોર્ટરમાં તેની આવક 460 કરોડ રૂપિયા હતી. વાર્ષિક ધોરણે કંપનીની આવક સ્થિર રહી. જુલાઈથી સપ્ટેમ્બર 2025 સુધીમાં કંપનીનો EBITDA 80.97 કરોડ રૂપિયા હતો અને નેટ પ્રોફિટ 46.02 કરોડ રૂપિયા હતો.

વધુ વાંચો : 17000% ચઢી ગયો આ શેર, રોકાણકારોનું મળ્યું જોરદાર રિટર્ન, લેવા થઈ પડાપડી

  • છેલ્લા એક વર્ષમાં કેવું પ્રદર્શન?

ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સના શેરના ભાવમાં ગયા મહિનામાં 37 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 6 મહિનામાં તેના શેરના ભાવમાં 41 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના શેર એક વર્ષમાં 39 ટકા ઘટ્યા છે. પણ સાથે કંપનીમાં પોઝિશનલ રોકાણકારોએ છેલ્લા પાંચ વર્ષમાં 5417 ટકાનો ફાયદો મેળવ્યો છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Transformers And Rectifiers Multi Bagger Share Price
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ