બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:27 PM, 24 November 2025
પહેલા જે પેની સ્ટોક હતો તે હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ સોમવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. સોમવારે બીએસઈ પર આ કંપનીના શેર 12% થી વધુ ઉછળીને 36.25 રૂપિયા પર પહોંચ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીના શેર 17,000% થી વધુ વધ્યા છે. આ કંપનીને તાજેતરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) તરફથી કોન્ટ્રાકટ મળ્યો છે. હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સે શેરનું વિભાજન પણ કર્યું છે. આ કંપનીનો 52 સપ્તાહનો હાઈ રેટ 59.90 રૂપિયા છે, જ્યારે તેનો 52 સપ્તાહનો લો રેટ 26.80 રૂપિયા છે.
ADVERTISEMENT
છેલ્લા પાંચ વર્ષમાં હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 17,000% થી વધુ વધ્યા છે. 27 નવેમ્બર 2020 ના રોજ હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 21 પૈસા પર હતા. 24 નવેમ્બર 2025 ના રોજ હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 36.25 રૂપિયા પર પહોંચ્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીના શેર 1930% થી વધુ વધ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 350% થી વધુ વધ્યા છે. છેલ્લા બે વર્ષમાં આ શેર 140% થી વધુ વધ્યા છે.
ADVERTISEMENT
ગત વર્ષમાં હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 30% થી વધુ ઘટ્યા છે. 25 નવેમ્બર 2025 ના રોજ આ કંપનીના શેર 56 રૂપિયા પર હતા. 24 નવેમ્બર 2025 ના રોજ હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 36.25 રૂપિયા પર પહોંચ્યા છે. છેલ્લા 6 મહિનામાં આ કંપનીના શેર લગભગ 20% ઘટ્યા છે. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેર 20% થી વધુ વધ્યા પણ છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરને 10 શેરમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં દરેક શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે જે નવેમ્બર 2024 માં સમાપ્ત થઈ રહ્યા છે. આ કંપની રિયલ એસ્ટેટ અને રોડ બાંધકામનું કામ કરે છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વોર્ટરમાં 9.93 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાવ્યું હતું. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં આ કંપનીનો નેટ પ્રોફિટ 11.01 કરોડ રૂપિયા રહ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સને NHAI તરફથી 13.87 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં કર્ણાટકના વિજયપુરા-સંકેશ્ર્વર સેક્શનને આવરી લેતા NH-548B પર રામપુરા ટોલ પ્લાઝા પર યુઝર ફી વસૂલવાનો સમાવેશ થાય છે. આ એક વર્ષનો કોન્ટ્રાક્ટ ઈ-ટેન્ડરિંગ દ્વારા મળ્યો હતો.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.