બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રૂપિયા તૈયાર રાખજો! આ સપ્તાહે આવી રહ્યા છે 3 કંપનીના IPO, જાણો GMP

બિઝનેસ / રૂપિયા તૈયાર રાખજો! આ સપ્તાહે આવી રહ્યા છે 3 કંપનીના IPO, જાણો GMP

Nirav Kumar

Last Updated: 12:58 AM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 નવેમ્બરથી શરૂ થતા વીકમાં ત્રણ નવા IPO લોચ થવાના છે. તેની પ્રાઇસ બેન્ડ કેટલી હશે, કેટલા શેર ઈશ્યુ થશે? તે જાણીએ.

ભારતીય શેર માર્કેટમાં છેલ્લા અમુક દિવસોમાં ઘણા IPO લોન્ચ થયા છે. હવે 24 નવેમ્બરથી શરૂ થતા ટ્રેડિંગ વીકમાં ત્રણ IPO બજારમાં આવવાના છે. જેમાં રોકાણકારોને ફરી એકવાર રોકાણ કરવાની તક મળશે. ચાલો આ કંપનીના IPO વિશે જાણીએ.

  • SSMD Agrotech India IPO

SSMD Agrotech Indiaનો IPO 25 નવેમ્બરે ખુલશે. જેમાં રોકાણકારોને 27 નવેમ્બર સુધી રોકાણ કરવાની તક મળશે. કંપની IPO દ્વારા 34.09 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. IPO હેઠળ 2.8 મિલિયન નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. એના માટે કંપનીએ શેર પ્રાઇસ બેન્ડ 114 થી 121 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે. કંપનીએ રિટેલ રોકાણકારો માટે 2,000 શેરનો લોટ બનાવ્યો છે. મતલબ કે, રોકાણકારોએ આશરે 2,42,000 રૂપિયા ખર્ચ કરવા પડશે.

vtv app promotion
  • મધર ન્યુટ્રી ફૂડ્સ IPO

મધર ન્યુટ્રી ફૂડ્સ SME સેગમેન્ટ હેઠળ તેનો IPO લોન્ચ કરશે. કંપનીનો IPO 26 નવેમ્બરે ખુલશે અને 28 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપની IPO દ્વારા 39.59 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીએ 111 અને 117 રૂપિયાની વચ્ચે શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. એના માટે કંપની IPO દ્વારા 2.7 મિલિયન નવા શેર ઈશ્યુ કરશે. કંપનીએ 1200 શેરનો લોટ બનાવ્યો છે.

વધુ વાંચો : વિચાર્યા વગર ભરી દેજો આ IPO! ગ્રે માર્કેટમાં એક શેર પર 100 રૂપિયાથી વધુ પ્રીમિયમ

  • કે.કે. સિલ્ક મિલ્સ IPO

કે.કે. સિલ્ક મિલ્સ IPO 26 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. IPO ની સાઈઝ 28.50 કરોડ રૂપિયા છે. આ કંપનીએ પ્રતિ શેર 36 અને 38 રૂપિયાની વચ્ચે શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. જેમાં કંપની IPO દ્વારા 7.5 મિલિયન શેર ઈશ્યુ કરશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO K.K. Silk Mills Mother Nutri Foods
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ