બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિચાર્યા વગર ભરી દેજો આ IPO! ગ્રે માર્કેટમાં એક શેર પર 100 રૂપિયાથી વધુ પ્રીમિયમ

બિઝનેસ / વિચાર્યા વગર ભરી દેજો આ IPO! ગ્રે માર્કેટમાં એક શેર પર 100 રૂપિયાથી વધુ પ્રીમિયમ

Nirav Kumar

Last Updated: 07:59 PM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે સબ્સ્ક્રિપ્શન માટે ખુલેલા એક IPOને પહેલા દિવસે રિટેલ રોકાણકારો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. આ IPO 25 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે.

સુદીપ ફાર્મા લિમિટેડના IPOને તેના પહેલા દિવસે રિટેલ રોકાણકારો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ IPOમાં પહેલા દિવસે બધા સબસ્ક્રાઇબ થઈ ગયા હતા, જેમાં 1.43 ગણો સબસ્ક્રિપ્શન હતો. જેમાં રિટેલ કેટેગરીમાં 1.53 ગણો સબ્સ્ક્રિપ્શન, QIB માં 0.09 ગણો સબ્સ્ક્રિપ્શન અને NII માં 3.01 ગણો સબ્સ્ક્રિપ્શન થયો હતો. ગઈકાલે 21 નવેમ્બરના રોજ IPO માટે સબ્સ્ક્રિપ્શનનો પહેલો દિવસ હતો. આ IPO 25 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે.

  • GMP 100ને પાર
    આજે ગ્રે માર્કેટમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. ઇન્વેસ્ટર્સ ગેઇન અનુસાર, આ કંપનીનો IPO આજે ગ્રે માર્કેટમાં 115 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજનો GMP આશરે 20 ટકાનો લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીનો GMP ઘટ્યો છે. IPO માટે સૌથી વધુ GMP 130 રૂપિયા રહી.
vtv app promotion
  • કેટલી છે પ્રાઇસ બેન્ડ?

સુદીપ ફાર્માનો IPO પ્રાઇસ બેન્ડ 563 થી 593 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. તો લોટ સાઈઝ 25 શેર છે જેમાં રોકાણકારોએ ઓછામાં ઓછા 14,825 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. આ IPO 20 નવેમ્બરના રોજ એન્કર રોકાણકારો માટે ખુલ્યો છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 268.50 કરોડ એકત્ર કર્યા છે. તેના IPO માટે ICICI સિક્યોરિટીઝને બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ એક મેઇનબોર્ડ IPO છે જેના લીધે કંપની BSE અને NSE પર લિસ્ટેડ થશે.

વધુ વાંચો : 5 જ વર્ષમાં આપ્યું 56,000% રિટર્ન, 28 રૂપિયાનો આ શેર મચાવી રહ્યો છે તોફાન

  • IPO ની સાઈઝ કેટલી?

સુદીપ ફાર્માના IPO 895 કરોડ રૂપિયા છે. આ કંપની IPO દ્વારા 16 કરોડ ફ્રેશ શેર ઈશ્યુ કરશે. તે વેચાણ માટે ઓફર દ્વારા 1.35 કરોડ શેર પણ જારી કરશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Subscription Retail Investors Sudeep Pharma
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ