4 ટેસ્ટ મેચોની સિરીઝ બાદ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ભારતીય ટીમ પાંચ ટી-20 મેચોની સિરીઝ અને 3 વનડે મેચની સિરીઝ રમશે. પણ તે પહેલા ભારતને ઝટકો મળ્યો છે આ ખેલાડીઓ નહીં રમે.
ઈન્ડિયા વનડે અને ટી-20 ફોર્મેટમાં પણ મહેમાન ટીમ સાથે બાથ ભીડશે
ભારતની ટીમમાં 3 મોટા ખેલાડીઓ નહીં રમે
બધી મેચો પુણેમાં રમાશે
ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે
ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને વનડે અને ટી-20 ફોર્મેટમાં પણ મહેમાન ટીમ સાથે બાથ ભીડવી પડશે. ભારતીય ટીમ સિલેક્ટર્સે ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે ત્યારે ખબર આવી છે કે ભારતની ટીમમાં 3 મોટા ખેલાડીઓ નહીં રમે. એક માહિતી અનુસાર વાઇસ કેપ્ટન રોહિત શર્મા, વિકેટકીપર રિષભ પંત અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.
Photo Courtesy: BCCI Twitter/ANI Photo
23 માર્ચે વનડે સિરીઝ શરુ થશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચે વનડે સિરીઝ શરુ થશે. આ બધી મેચો પુણેમાં રમાશે. પુણેમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસોને લીધે વનડે સિરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. પણ હવે તે મેચોમાં રોહિત, રિષભ અને વોશિંગ્ટનને ટીવી પર પણ નહીં જોઈ શકાય.
BCCI Twitter/ANI Photo
વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે
એક માહિતી મુજબ રોહત, રિષભ અને વોશિંગ્ટનને વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓ ગત આઈપીએલથી સતત ક્રિકેટ રમી રહ્યાં છે. આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા ટૂર બાદ ઈંગ્લેન્ડની વિરુદ્ધની ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં પણ રમ્યા છે અને આગામી પાંચ ટી-20 સિરીઝ પણ રમશે. આટલા સમયથી બાયો બબલમાં રહેવું માનસિક રીતે થકાડી દે તેવુ હોય છે. પછી એપ્રિલમાં આઈપીએલ 2021 પણ શરુ થવા જઈ રહ્યું છે જેથી આ પ્લેયર્સને આરામ આપવામાં આવી રહ્યો છે.