બ્રેકિંગ ન્યુઝ
VTV / This Safety Feature in Car can be risky, know its disadvantages
Vidhata
Last Updated: 02:07 PM, 17 April 2024
કારના શોખીન લોકો હવે પોતાની કારના સેફટી માટે સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ લગાવે છે. આ ફીચર આમ તો વાહન માટે ફાયદાકારક હોય છે. રિમોટથી ચાલતા આ સેન્ટ્રલ લોકની સારી વાત એ છે કે જો કારના દરવાજા બંધ છે, પણ કારને લોક કરવાનું ભૂલી ગયા છો, તો કાર એક નિશ્ચિત સમય પછી ઓટોમેટિક લોક થઈ જાય છે. પરંતુ આ ફીચર જેટલું સેફ છે એટલું જ ખતરનાક પણ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા કેટલાક કિસ્સાઓમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ લોકોના જીવ જવાનું કારણ બની રહ્યું છે. જેથી તમારે આ ફીચરનો ઉપયોગ કરતા પહેલા કેટલીક સાવધાની રાખવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાહનની સુરક્ષા માટે આ લોક સિસ્ટમ ફીચર મહત્ત્વનું માનવામાં આવે છે. આનાથી જો ડ્રાઈવરનો દરવાજો લોક થયા તો બધા જ દરવાજા એક સાથે જ લોક થઈ જાય છે. આ સિસ્ટમ કારના દરવાજાને અજાણતામાં ખુલ્લા રહી જવાથી રોકે છે. આ સુવિધા હવે દરેક મોડલની કારમાં સ્ટાન્ડર્ડ ફીચર તરીકે આપવામાં આવે છે. તમામ મોડલમાં રિમોટ સેન્ટ્રલ લોકની સુવિધા મળે છે.
તાજેતરમાં સામે આવેલા કેટલાક એક્સિડેન્ટના કેસમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમને લોકોના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યું છે. જ્યારે એક્સિડેન્ટ થાય છે ત્યારે સેન્ટ્રલ લોક થઈ જતા વાહનના દરવાજા સમયસર ખુલતા નથી, જેના કારણે કારમાં સવાર દરેક વ્યક્તિઓ મૃત્યુ પામ્યા.
એમ તો આ સિસ્ટમમાં કારના બધા જ દરવાજા એક સાથે ઓટો લોક થઈ જાય છે, પણ આ દરવાજાને અલગ-અલગ પણ ખોલી કે બંધ કરી શકાય છે. પણ ઘણીવાર ઈમરજન્સીમાં આ લોક ખુલી શકતું નથી. ત્યારે લોકોને થાય છે કે જો મેન્યુઅલ લોક હોત તો ઈમરજન્સીમાં દરવાજો ખોલી શકાત. આમ તો, આ ફીચર આપણી સેફ્ટી માટે અપાયો છે પરંતુ કેટલીકવાર આપણી ભૂલોને કારણે આપણા માટે તે ફીચર ખતરનાક સાબિત થતું હોય છે. જેથી તમારે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.
વધુ વાંચો: ખોવાયેલો ફોન શોધવા માટે ખાસ નંબર છે અતિ જરૂરી, આ રીતે પરત મળી શકે મોબાઈલ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.