બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / This player may have a re-entry in the upcoming T20 against Bangladesh

રમત-ગમત / આગામી બાંગ્લાદેશ સામેની T20 માં આ ખેલાડીની થઇ શકે છે રિ-એન્ટ્રી

Dharmishtha

Last Updated: 10:16 PM, 2 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે રમાનારી ટી-૨૦ શ્રેણી માટે બીસીસીઆઇએ પાંચ ખેલાડી મોકલવા માટે તૈયારી કરી લીધી છે. બીસીસીઆઇના જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જનું કહવું છે કે માર્ચમાં રમાનારી આ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાના ખેલાડી બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશ પોતાના રાષ્ટ્રપિતા બંગાબંધુ શેખ મુજિબર રહેમાનનો ૧૦૦મો જન્મદિવસ મનાવી રહ્યું છે, જે અંતર્ગત બે ટી-૨૦ મેચની આ શ્રેણી રમાશે.

  • કયા ખેલાડીની થશે રિ-એન્ટ્રી?
  • બાંગ્લાદેશની સામે  રમશે આ ખેલાડી

આ શ્રેણીમાં મહેન્દ્રસિંહ ધોનીનું રમવું લગભગ નક્કી જ છે, કારણ કે ધોની ટી-૨૦ ટીમથી બહાર છે. આથી તેને મેદાનમાં ઊતરવા આડે કોઈ અડચણ છે નહીં. બીસીસીઆઇ આસાનીથી તેનું નામ મોકલી શકે છે, કારણ કે માર્ચમાં જ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી રમવાની હોવાથી મોટા ખેલાડીઓ બાંગ્લાદેશની શ્રેણી માટે ઉપલબ્ધ નહીં હોય. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખુદ ધોનીના નામની ભલામણ કરી છે.

બાંગ્લાદેશ બોર્ડે ધોની, વિરાટ, બૂમરાહ, હાર્દિક, જાડેજા, ભુવનેશ્વર અને રોહિત શર્માની માગણી કરી છે, પરંતુ આમાંથી કોને બાંગ્લાદેશ મોકલવા તે અંગેનો નિર્ણય બીસીસીઆઇ કરશે.
બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું, ''બાંગ્લાદેશમાં રમાનારી શ્રેણી માટે અમે અમારા પાંચ ખેલાડી નક્કી કરી લીધા છે. જોકે બીસીસીઆઇ માટે મોટા ખેલાડીઓને મોકલવા આસાન નથી, કારણ કે આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી રમશે.'' ધોની ટીમ ઇન્ડિયા તરફથી હાલ રમતો નહીં હોવાને કારણે બાંગ્લાદેશની ધરતી પરથી તે ક્રિકેટમાં વાપસી કરશે એ લગભગ નક્કી જ છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Indian cricket team icc sports ક્રિકેટ ક્રિકેટમાં વાપસી રમત-ગમત sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ