બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / તમારી નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલનો સફાયો કરશે આ લીલી ચટણી, જાણો બનાવવાની રેસીપી

હેલ્થ / તમારી નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલનો સફાયો કરશે આ લીલી ચટણી, જાણો બનાવવાની રેસીપી

Last Updated: 10:14 PM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લસણની એક એવી ચટણી બનાવવાની રેસીપી જાણો, જે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે. તે ખાવાથી કોલેસ્ટ્રોલ તો નીચું રહેશે જ પણ ઠંડક અને શરદીથી પણ રાહત મળશે.ચાલો જાણીએ તેના ફાયદા અને બનાવવાની રીત.

જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધી રહ્યું હોય, તો તેને નિયંત્રિત કરવા માટે તમારી ડાયટમાં લસણના પાનને સામેલ કરો. લસણ આપણા પરંપરાગત ભોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ અસરકારક છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જો દરરોજ લસણ ખાવામાં આવે, તો LDL કોલેસ્ટ્રોલ 9% સુધી ઘટી શકે છે. લસણ સારા કોલેસ્ટ્રોલ (HDL) સ્તરને વધારવામાં મદદ કરે છે.

આજે અમે તમને લસણની એવી ચટણી બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા આરોગ્ય માટે લાભદાયી છે. આ ચટણી ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ ઘટશે અને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે.

800-450-GARLIC

લસણના પાન કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં કેવી રીતે મદદ કરે છે?

લસણ LDL ના ઉત્પાદનને ઓછું કરીને અને શરીરમાંથી કોલેસ્ટ્રોલને બહાર કઢવાની પ્રક્રિયાને ઝડપી બનાવીને તેની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે. લસણમાં એલિસિન (Allicin) નામક તત્વ હોય છે, જે સલ્ફર-આધારિત સંયોજન છે જે લસણને કાપવામાં, છીણવામાં અથવા ચાવવામાં આવે ત્યારે બહાર આવે છે. લસણના પાનમાં પણ આ તત્વ અને સલ્ફર હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી હૃદયને તંદુરસ્ત રાખે છે.

લસણની ચટણી બનાવવાની રેસીપી

  • લસણના પાનને સારી રીતે ધોઈ લો.
  • 4-5 લીલા મરચાં અને થોડું આદુ ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
  • તેમાં જીરું, રાઈ અને સૂકા મરચાં ઉમેરીને વઘાર કરો .
  • હવે તૈયાર કરેલું પેસ્ટ ઉમેરો અને થોડું શેકી લો.
  • થોડા સમયમાં તમારી તીખી અને સ્વાદિષ્ટ લસણની ચટણી તૈયાર થઈ જશે.
  • આ ચટણી મકાઈની રોટલી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. દાળ-ભાત સાથે પણ તેને માણી શકાય.

વધુ વાંચો: અથાણાના બચેલા તેલનો આ રીતે કરો ફરી ઉપયોગ, ભોજનમાં ઉમેરાશે ટેસ્ટનો તડકો

આ રેસીપી નિયમિતપણે અપનાવવાથી આરોગ્ય પર સકારાત્મક અસર થશે અને કોલેસ્ટ્રોલ સ્તર પણ નિયંત્રણમાં રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

sauce recipe Garlic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ