બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / This decision of Modi government will change your salary sleep after April 1

ફેરફાર / મોદી સરકારના આ નિર્ણયથી 1 એપ્રિલ બાદ બદલાઇ જશે તમારી સેલેરી સ્લીપ, જાણો કેમ

Anita Patani

Last Updated: 03:29 PM, 9 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Wage Code Bill સંસદથી તો પાસ થઇ ગયુ છે અને હવે તેને લાગૂ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. જેના કારણે સેલેરીમાં મોટો બદલાવ આવશે.

  • મોદી સરકાર લાવ્યુ નવા નિયમ
  • 1 એપ્રિલથી બદલાઇ જશે સેલેરી સ્લિપ 
  • બેઝીક સેલેરીમાં થશે બદલાવ

New Wage Code Bill બિલ લાગૂ થશે એટલે પીએફ, ગ્રેચ્યુટી અને મકાનભાડાના ભથ્થા તેમજ ટ્રાવેલ ભથ્થાના આંકડા પણ બદલાઇ જશે. 

બધા ભથ્થા 50 ટકાથી વધારે નહી
નવા શ્રમ કાયદામાં તે પ્રાવધાન છે કે મોંઘવારી, યાત્રા અને ભાડાના મકાનના ભથ્થા સહિત બધા જ ભથ્થા કુલ મળીને 50 ટકાથી વધારે નહી હોય. તમારી CTC 20 હજાર રૂપિયાથી વધારે નહી હોય. 

બેઝીક સેલેરી વધી જશે
નવા નિયમો અનુસાર તમારી CTCમાં મૂળ વેતનનો હિસ્સો 50 ટકા કે તેનાથી વધારે હોવી જોઇએ. જો તમારી સેલેરી ડિટેલ્સમાં મૂળ વેતન 50 ટકાથી ઓછુ છે તો જલ્દી જ તે બદલાઇ જશે. નવા નિયમ લાગૂ થવાની સાથે સાથે તમારી CTCમાં પણ વધારો થશે. 

હાથમાં ઓછી સેલેરી આપશે
નવા કાયદા પ્રમાણે ટેક હોમ સેલેરી ઓછી થઇ શકે છે.  કારણકે જ્યારે મૂળ વેતન 50 ટકા સુધી હશે ત્યારે 12+12=24 ટકા હિસ્સો તમારા ખાતામાં જતો રહેશે. 

પીએફ વધશે
નિયમ અનુસાર તમારા મૂળ વેતનથી 12 ટકા હિસ્સો પીએફમાં જમા થાય છે. મૂળ વેચત CTCનું 50 ટકા અંશદાન પણ વધી જશે. જો તમારી CTC 20 હજાર રૂપિયા હશે તો 10 હજાર મૂળ વેતન હશે અને 12 ટકા એટલે કે 1200 રૂપિયા પીએફ ખાતામાં જશે. 

73 વર્ષ બાદ બદલાશે નિયમ
આઝાદી બાદ જે શ્રમ કાયદા બનાવવામાં આવ્યા હતા તે બાદ પહેલી વાર સરકાર કોઇ બદલાવ કરવા જઇ રહી છે. સમયની માગને જોતા જ સરકાર તેને યોગ્ય કહી રહી છે. સરકાર દાવો કરી રહી છે કે કંપની અને એમ્પ્લોય બંનેનુ ધ્યાન રાખવામાં આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Utility modi government salary sleep મોદી સરકાર INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ