ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 65% સુધી વધી શકે છે આ કંપનીનો શેર, એક્સપર્ટનું છે અનુમાન

બિઝનેસ / 65% સુધી વધી શકે છે આ કંપનીનો શેર, એક્સપર્ટનું છે અનુમાન

Published By: Nirav Kumar

Last Updated: 08:58 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ માટે બ્રેક-ઇવન સ્તર પ્રતિ બેરલ 75-80 ડોલરની આસપાસ છે. એવામાં CLSA નું કેહવું છે કે, ONGCનો સ્ટોક વર્તમાન સ્તરથી આશરે 65% વધી શકે છે.

ADVERTISEMENT

ઈરાન વોર વચ્ચે ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ લેવલે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ છે પરંતુ બ્રોકરેજ ફર્મ CLSA માને છે કે સરકારી માલિકીની ઓઈલ કંપનીઓ (OMCs) ભાવ વધારવાની કોઈ ઉતાવળમાં નથી. આ કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારો એવો નફો મેળવ્યો છે. આથી હવે તેમના પર સંતુલન જાળવવાનું પ્રેશર હોઈ શકે છે.

  • શું છે ડીટેલ ?

CLSA અનુસાર પેટ્રોલ અને ડીઝલ માટે બ્રેક-ઇવન સ્તર પ્રતિ બેરલ 75-80 ડોલરની આસપાસ છે અને ક્રૂડ ઓઇલ હાલમાં આ સ્તરથી ઘણું ઉપર ટ્રેડ કરી રહ્યું છે. આથી કંપનીઓ માટે પહેલા જેવો જ ઊંચો નફો મેળવવો મુશ્કેલ બની શકે છે. રિપોર્ટ મુજબ ભાવ વધારવાને બદલે કંપનીઓ તેમના માર્જિન ઘટાડીને પરિસ્થિતિને કંટ્રોલ કરી શકે છે. આમ ગ્રાહકો પર સીધો બોજ ટાળી શકે છે.

  • આ શેરોમાં ઘટાડો

શેરબજારમાં તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. 28 ફેબ્રુઆરીથી નોર્થ ઇસ્ટમાં તણાવ શરૂ થયો ત્યારથી HPCL, BPCL અને IOCના શેર 26% સુધી ઘટ્યા છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ પણ 10% થી વધુ ઘટ્યો છે, જે બાકીના માર્કેટ કરતા ઓછો દેખાવ કરી રહ્યો છે. જેથી રોકાણકારો ચિંતિત છે.

vtv app promotion

બીજી તરફ અમુક બ્રોકરેજ હાઉસ આ ક્ષેત્ર પર અલગ અલગ મંતવ્યો રાખી રહ્યા છે. CLSAનું માનવું છે કે, ONGCનો સ્ટોક વર્તમાન લેવલથી આશરે 65% વધી શકે છે, ખાસ કરીને જો ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહે તો. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય રિફાઇનિંગ કંપનીઓને પણ આનો ફાયદો થઈ શકે છે, કેમ કે તેમના માર્જિનમાં સુધારો થઈ શકે છે.

એમ્બિટ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે OMC કંપનીઓ પર સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. તેઓ કહે છે કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, કમજોર રૂપિયો અને પૂરતી સરકારી રાહતનો અભાવ આ કંપનીઓની બેલેન્સ શીટ પર દબાણ વધારી શકે છે. તેમને આ કંપનીઓ માટે લક્ષ્ય ભાવમાં 45-57% ઘટાડો કર્યો છે, જે નાણાકીય વર્ષ 27 અને નાણાકીય વર્ષ 30 વચ્ચે માર્જિનમાં ઘટાડો થવાની ધારણા છે.

વધુ વાંચો : પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ થયું, આ કંપનીને વધાર્યો ભાવ

દરમિયાન, કંપનીઓએ કેટલાક સેગમેન્ટમાં ભાવ પણ વધાર્યા છે. પ્રીમિયમ પેટ્રોલમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને ઔદ્યોગિક ડીઝલમાં પ્રતિ લિટર 22 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે, આની એકંદર કમાણી પર ખાસ અસર પડશે નહીં. આગળ શું થશે તે મોટે ભાગે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને ક્રૂડ ઓઇલની દિશા પર આધારિત રહેશે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ONGC Stock CLSA Petrol Prices

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ