બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મચી લૂંટ! ₹ 12,009 સસ્તો થયો આ મોટો ફોટો, 50MP હાઈ રિઝોલ્યુશન કેમેરા, 7 વર્ષ રહેશે નવો
Last Updated: 10:19 PM, 11 March 2026
સેમસંગની લેટેસ્ટ Galaxy S26 સીરીઝનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે અને આ ફોન પર બેંક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયેલ પ્રીમિયમ S-સીરીઝનો ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S25 એમેઝોનના ખાસ વેચાણમાં મોટું ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ ફોનનો 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 12,000 રૂપિયાથી વધુના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જો તમે ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ ડીલ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
Samsung Galaxy S25 5G નો 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ જે ભારતમાં 80,999 રૂપિયામાં લોન્ચ થયો હતો, તે હવે એમેઝોન પર માત્ર 68,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ 12,009 રૂપિયાની મોટી બચત દર્શાવે છે જે તેને અત્યાર સુધીની સૌથી આકર્ષક ડીલ્સમાંનો એક બનાવે છે.
ADVERTISEMENT
જો તમે Amazon Payનો ઉપયોગ કરીને ફોન ખરીદો છો તો તમને 2199 રૂપિયાનું કેશબેક મળશે. આ સિવાય જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો તો તમને 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઓફર હેઠળ જો તમારો જૂનો સ્માર્ટફોન સારી સ્થિતિમાં હોય તો તમે 40,000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આમ આ ઑફર્સ Galaxy S25 5G ને ખૂબ જ સસ્તું બનાવે છે.
ADVERTISEMENT
Samsung Galaxy S25 એક પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ અને FHD+ રિઝોલ્યુશન સાથે 6.2-ઇંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે આવે છે. તેમાં સ્ક્રીન સેફટી માટે ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન પણ આવે છે.

ADVERTISEMENT
પર્ફોમન્સની દ્રષ્ટિએ આ ફોન સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર દ્વારા ચાલે છે, જેને લેટેસ્ટ ફ્લેગશિપ ચિપસેટ માનવામાં આવે છે. તે 12GB RAM અને 128GB, 256GB કે 512GB સ્ટોરેજ સાથે આવે છે.
કેમેરાની દ્રષ્ટિએ Galaxy S25 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આવે છે. તેમાં 50MP મુખ્ય કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 10MP ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. ફોન 8K વિડિયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 12MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જેના લીધે હાઈ ક્વોલીટીવાળા ફોટા અને વીડિયો મળે છે.
ADVERTISEMENT
જો આ ફોનની બેટરીની વાત કરીએ તો આ ફોનમાં 4000mAh બેટરી આવે છે. તેમાં 5G કનેક્ટિવિટી, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, NFC અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સહિત અનેક એડવાન્સ ફીચર્સ આવે છે. તે IP68 રેટિંગ સાથે પણ આવે છે મતલબ કે. કે તે વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે.
ADVERTISEMENT
કંપની Samsung Galaxy S25 માટે એક્સટેન્ડેડ સોફ્ટવેર સપોર્ટને લાયક બનાવે છે, જે તેને લાંબા સમય સુધી ચાલતું ડિવાઈઝ બનાવે છે. Android 15 પર આધારિત One UI 7 સાથે લોન્ચ કરાયેલ આ સ્માર્ટફોન અને કંપની સાત વર્ષ Android OS અપડેટ્સ અને સાત વર્ષ સિક્યુરિટી અપડેટ્સનો વાયદો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.