બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / This big decision was taken voluntarily by many schools and colleges in Gujarat

મોટા સમાચાર / ગુજરાતમાં કોરોના વકરતા અનેક શાળા-કોલેજોએ સ્વેચ્છિક લઇ લીધો આ મોટો નિર્ણય

Mehul

Last Updated: 07:53 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શાળા-કોલેજના સંચાલકોએ સ્વૈચ્છીક રીતે શાળામાં કર્યું શિક્ષણ બંધ.કોરોના સંક્રમણ વધતા તકેદારીના ભાગરૂપ લીધો નિર્ણય.વડોદરામાં 8 શાળાઓના શિક્ષકો-વિધાર્થીઓ થયા સંક્રમિત

  • વધતા સંક્રમણથી શૈક્ષણિક જગતમાં ફફડાટ 
  • શાળા-કોલેજોએ સ્વૈચ્છીક રીતે શિક્ષણ બંધ કર્યું 
  • શાળાઓના ઓફલાઈન શિક્ષણના નિર્ણય લેવાયા 

કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ પણ સંક્રમિત થઈ રહ્યો છે.  તેવામાં વિદ્યાર્થીઓને કોરોનાથી કેવી રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન પણ શરૂ થઈ ગયું છે.. પરંતુ બીજી તરફ શાળાઓ પણ ઓફલાઈન ચાલી રહી છે.. તેવામાં વધતા સંક્રમણની અસર હવે શાળાઓમાં પણ જોવા મળી રહી છે. કેટલીક શાળાઓ તો હવે ખુદ ઓફલાઈન શિક્ષણના નિર્ણયો પણ લેવા માંડી છે.  ત્યારે કેવી છે શાળાઓમાં વધતા સંક્રમણની સ્થિતિ.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ 5 ગણી ઝડપે વધી રહ્યું છે.અને આ સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓ પણ બાકાત નથી કારણ કે, મોટી સંખ્યામાં શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેના કારણે વાલીઓથી માંડીને શૈક્ષણકિ સંસ્થાઓની પણ ચિંતા વધી ગઈ છે... બીજી તરફ રાજ્યમાં ઓફલાઈન ચાલી રહેલા શિક્ષણને હાલના સમયમાં બંધ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી જણાતો. તેવામાં હવે શાળાઓ અને કોલેજો હાલમાં 2 મહિના સુધી બંધ કરવાની વાલીઓ અને શિક્ષણ સંઘો માગ કરી રહ્યા છે..   ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની માગ થઈ રહી છે.
 
મહત્વનું છે કો, સરકાર હાલ ઓફલાઈન શિક્ષણને લઈને કોઈપણ નિર્ણય નથી લઈ રહી. પરંતુ બીજી તરફ વધતા સંક્રમણ સામે હવે શાળાઓ જ અલર્ટ થઈ ગઈ છે.. રાજ્યની કોટલીક શાળાઓ અંગે વાત કરવામાં આવે તો.. અમદાવાદમાં ઉદગમ,ઝેબર અને સાયોના સ્કૂલના સંચાલકોએ હાલના સમયમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અને જ્યાં સુધી કોરોનાની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી કલાસ ઓનલાઈન જ ચલાવવામાં આવશે તેવું વાલીઓને જણાવ્યું છે. જ્યારે બીજી તરફ વડોદરાની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કૅલપતિ બાદ વધુ 10 લોકોને કોરોના થતા ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, તમામ શૈક્ષણકિ કાર્ય હવે ઓનલાઈન જ કરવામાં આવશે..   વડોદરાની ઉર્મી સ્કૈલે પણ વધતા સંક્રમણને જોતા ધોરણ 8 થી 12ના વર્ગો એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.. હાલના સમયમાં ઉર્મી સ્કૈલે ઈન્ટરનલ પરીક્ષાઓ પણ રદ કરી છે. એટલું જ નહીં તમામ વિદ્યાર્થીઓને વેક્સીન મળ્યા બાદ જ ફરી શાળા શરૂ કરવા અંગે વિચારણા કરાશે તેવું વાલીઓને જણાવ્યું છે. આ તરફ આણંદના વિદ્યાનગરની આિકાટેક કોલેજના એક જ વર્ગના 7 વિદ્યાર્થીઓને કોરોના થતા 15 દિવસ માટે કોલેજને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.. બીજી તરફ શિક્ષણ સંઘો દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની માગ કરાઈ છે  તેવામાં આ વધતું સંક્રમણ હકીકતમાં આપણા માટે ચિંતા જનક છે

હાલ તો શાળાઓ જ નિર્ણયો લેવા માંડી છે. કારણ કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જાણી જોઈને ચેડા ન કરી શકાય.પરંતુ હાલ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણય માત્ર અમુક શાળાઓ જ લઈ રહી છે. તેવામાં વિદ્યાર્થીઓમાં મોટા પાયે કોરોનાનું સંક્રમણ વધી શકો છે. આશા રાખીએ કે, સરકાર ગુજરાતના ભાવિના સ્વાસ્થને ધ્યાનમાં રાખીને વધતુ સંક્રમણ કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી શાળાઓ મુદ્દે યોગ્ય નિર્ણય લે.  
 
વડોદરામાં ફૂંફાડો 

વડોદરામાં પણ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. વડોદરાની વધુ 8 સ્કૂલના 4 વિદ્યાર્થી અને 5 શિક્ષક સંક્રમિત થયા છે. નવજીવન સ્કૂલના 2, MGM સ્કૂલની 1 વિદ્યાર્થિનીને કોરોના થયો છે. તો GEB સ્કૂલનો 1 વિદ્યાર્થી પણ કોરોના સંક્રમિત થયો છે. અને MC,કોન્વેન્ટ, શ્રેયસ અને બ્રાઈટ સ્કૂલના કુલ 5 શિક્ષકો પોઝિટિવ આવ્યા છે. વડોદરામાં સ્કૂલોમાં કોરોના સંક્રમણ વધતા 11 સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. 

 અમદાવાદ શાળા-કોલેજ 
 તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઇને  ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટ્યુટે આવતીકાલથી ઓફલાઇન શિક્ષણ બંધ કરવા નિર્ણય કર્યો છે. સંસ્થા માત્ર ઓનલાઇન ક્લાસથી જ  શિક્ષણ જ આપશે. કોરોનાની આગોતરી તકેદારીના ભાગરૂપે ઓફલાઇન વર્ગો  બંધ કરાયા છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસ સાથે કોલેજ અને સ્કૂલના સંચાલકો જાતે જ તકેદારીના ભાગરૂપ  નિર્ણય લેવા શરુ કરી દીધા છે. 

તો અમદાવાદની ઉદગમ, ઝેબર અને સાયોના સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના કેસો વધતા સ્કૂલ મેનેજમેન્ટ આ નિર્ણય લેવા મજબૂર બન્યો છે. હવે આ ત્રણેય સ્કૂલમાં માત્ર ઓનલાઇન ક્લાસ જ લેવાશે. આ અંગેની જાણ વાલીઓને મેસેજ દ્વારા કરી દેવાઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ ઓનલાઈન કોરોના તકેદારી વડોદરા શિક્ષણ સંક્રમણ Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ