ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / these-simple-steps-diseable-app-notification

NULL / સ્માર્ટફોનમાં વારંવાર મળતા નૉટિફિકેશનથી પરેશાન છે? તો આ સ્ટેપ્સ ફૉલો કરી કરો ડિસેબલ

Published By: vtvAdmin

Last Updated: 06:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હાલમાં તમામ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ તો કરતા જ હોય છે પરંતુ શું તમે તમારા સ્માર્ટફોનમાં વારંવાર આવતા નોટિફિકેશનથી પરેશાન થઇ ચૂક્યા છો? સતત આવતા નોટિફિકેશનને કારણે તમે જરૂરી મેસેજ નથી જોઇ શકતા? તો આ સમાચાર તમારા કામના છે. અમે તમને જણાવીશું કેવી રીતે સ્માર્ટફોન કે એપ્સના નોટિફિકેશન ડિસેબલ કરી શકાશે. આ માટે IOS અને એન્ડ્રોઇડ બંને સ્માર્ટફોન માટે અલગ-અલગ સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે. જાણો શું છે સ્ટેપ્સ:

એન્ડ્રોઇડ યૂઝર્સ માટે:

તમારા ફોનના સેટિંગ્સમાં જાવ.

અહીંયા તમને ઘણા ઓપ્શન્સ દેખાશે. તેમાં તમને Notification ઓપ્શનમાં જોવા મળશે.

Notification પર ટેપ કરો પછી એક નવી સ્ક્રીન દેખાશે. અહીંયા App Notification ઓપ્શન પર ટેપ કરો.

App Notifications પર ટેપ કરતા જ ફોનની બધી એપ્સ તમને સ્ક્રીન પર દેખાશે.

જે એપની Notification બંધ કરવું છે તેના પર ટેપ કરો.

એપના વિન્ડોમાં જઈને તમે સરળતાથી કોઈપણ Notificationને ડિસેબલ કરી શકો છો.

IOS સ્માર્ટફોન યુઝર્સ માટે:

ફોનના Settingsમાં જાવ.

અહીંયા Notification પર ટેપ કરો.

તમને ફોનની બધી એપ્સ સ્ક્રીન પર દેખાશે.

જે એપના Notificationને ડિસેબલ કરવું હોય તેના પર ટેપ કરો.

એપની વિન્ડો ખુલવા પર Notificationને ડિસેબલ કરી દો.

આ સ્ટેપ્સ ફૉલો કરવા પર વારંવાર આવતા નૉટિફેકેશનની પ્રોબ્લેમમાંથી છુટકારો મળશે અને તમને જરૂરી હોય તેવી જ એપ્લિકેશનના નૉટિફેેકશન મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ