ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આ ઠેકાણે પડશે ગાત્રો થીજાવી દેતી ઠંડી, હવામાન વિભાગે કરી મોટી આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 06:37 AM, 28 November 2026
1/5
હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી એક ટ્રફ પણ સક્રિય છે. રાજ્યમાં નીચલા સ્તરે ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
2/5
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 10.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 14.4, મહુવામાં 14.5, ગાંધીનગરમાં 14.7, પોરબંદરમાં 14.8, ડીસામાં 14.9, કેશોદમાં 15.6, વડોદરામાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.2, અમદાવાદમાં 17, ભુજમાં 17.2, કંડલા પોર્ટમાં 17.5, ભાવનગરમાં 18.2, વલ્લભ વિદ્યાનગરમાં 18.4, દ્વારકામાં 18.7, સુરતમાં 19.1, ઓખામાં 20.6, વેરાવળમાં 20.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ADVERTISEMENT
3/5
હવામાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે રાજ્યના તાપમાન સામાન્ય રહી શકે છે. તેમજ આગામી સાત દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે છેલ્લા બે દિવસથી રાજ્યના રાત્રીના તાપમાન અને ઠંડીમાં જે વધઘટનો દોર જોવા મળી રહ્યો છે તેવો જ માહોલ આગામી સાત દિવસ સુધી રહી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે.
4/5
ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હવે ગુજરાતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. શુક્રવાર (12 નવેમ્બર)ની રાત્રે ગુજરાતના નવ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ખાસ કરીને વડોદરામાં સૌથી ઓછું 16.5 ડિગ્રી તાપમાન નોંધાતાં શહેર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ